12 લાખ રોકડાં સહિત 63 લાખનો મુદ્દામાલ જપ્ત થયો
ગામ આખામાં ચર ચર કરતો શખ્સ જ શું એ પ્રકરણમાં ચરી ગયો હતો?
- Advertisement -
ટંકારા તાલુકાની કમ્ફર્ટ હોટેલમાં નવ શકુનીઓએ જબરી મહેફિલ માંડી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
24 વર્ષ પહેલાં ફઝલ ઉર રહેમાન ગેંગએ 20 કરોડની ખંડણી ઉઘરાવવાના ઇરાદે જેનું અપહરણ કર્યું હતું એ ભાસ્કર પ્રભુદાસ પારેખ સહિત 9 શખ્સ ટંકારા રાજકોટ હાઇવે પર આવેલી કમ્ફર્ટ હોટેલના રૂમ નંબર 105માં જુગાર રમતાં આબાદ ઝડપાઇ ગયા હતા. ટંકારા તાલુકા પોલીસ હોટેલના પરિસરમાં પડેલી બે મોંઘીદાટ કારને જોઇને શંકાના આધારે રાતે એક કલાકે આ હોટેલ પર ત્રાટકી હતી અને રાજકોટ, મોરબી અને જામનગરથી ખાસ રમવા આવેલા જુગારીઓની અટકાયત કરી હતી, જ્યારે વધુ એક મોરબીના જ શખ્સનું નામ ખુલતાં તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી 12 લાખ રોકડા, 2 કાર અને 8 મોબાઇલ ફોન સહિત 63.15 લાખનો મુદામાલ કબજે લીધો હતો અને જુગારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટંકારા પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારા -રાજકોટ હાઈવે પર આવેલી કમ્ફર્ટ હોટેલમાં એક શખ્સે રૂમ ભાડે રાખ્યો છે અને તેમાં રાજકોટ, જામનગર અને મોરબીથી ખેલીઓ આવ્યા છે.આ બાતમીના આધારે ટંકારા પોલીસ મથકના પી આઈ વાય. કે. ગોહિલ સહિતની ટીમ ત્રાટકી હતી અને હોટેલના પાર્કિંગમાં રહેલી કારમાં બેઠેલા બે શખ્સની હરકત શંકાસ્પદ લાગતા પોલીસે તેની પૂછપરછ કરતા એક શખ્સે પોતાનું નામ ગોપાલ રણછોડ સભાડ અને રાજકોટમાં રહેતા હોવાનું જણાવ્યું હતું તેમજ તેની પાસે રહેલી ચીજવસ્તુઓની તલાશી દરમિયાન રોકડ રકમ અને અન્ય સાહિત્ય મળી આવતા એની પૂછપરછ કરી હતી અને તેણે જ હોટેલના રૂમ નંબર 105માં જુગાર રમાતો હોવાની કબુલાત આપી હતી. જે બાદ પોલીસ રૂમમાં ધસી ગઇ હતી અને જુગારીઓના રંગમાં ભંગ પાડી હાઇ પ્રોફાઈલ જુગારધામ પકડી પાડ્યું હતું.
- Advertisement -
ચાર કરોડનાં વહિવટવાળા કહેવાતાં પ્રકરણમાં પણ શું ભાસ્કરે જ મૂંડાવ્યું હતું?
રાજકોટમાં ટી.આર.પી. અગ્નિકાંડની રાત્રે જ એક મોટો તોડકાંડ થયાની ખૂબ ચર્ચા ચાલી હતી. અનેક માધ્યમોએ જુગારની મહેફિલમાં થયેલાં ચાર કરોડનાં કહેવાતા-કથિત તોડ પ્રકરણમાં પણ શિલ્પા જ્વેલર્સનો ભાસ્કર સામેલ હતો- તેવી વાતોએ જોર પકડ્યું છે. આ ઉપરાંત સોની બજારનાં કેટલાંક અન્ય વેપારીઓ અને બિલ્ડરો પણ એ જુગારની મહેફિલમાં સામેલ હોવાની સાચી-ખોટી વાતો થઈ રહી છે. તોડ માટે સદા તત્પર રહેતા ચરચર અને તેનાં સાગરીતોએ આ પ્રકરણને અંજામ આપ્યો હોવાની વાતો પણ ચાલી રહી છે.
શું ખરેખર પટમાંથી 12 લાખ જ રોકડાં મળ્યાં?
કહેવાય છે કે, આ બધાં પકડાયેલાં શકુનીઓ અઠંગ જુગારી છે. એવું પણ ચર્ચાય છે કે, આ ભાસ્કર એન્ડ કંપનીનાં તમામ લોકો 50-50 લાખથી ઓછાં લઈને ક્યારેય બેસતાં નથી. સવાલ એ છે કે, તો પછી પટમાંથી માત્ર બાર લાખ રૂપિયા જ કેમ મળ્યાં? જાણકારોનું કહેવું છે કે, કશુંક બહુ મોટું રંધાઈ ગયું છે. જો હોટેલનાં ઈઈઝટ ચકાસવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય.
દીપક બહાદુરસિંહ જાડેજા અગાઉ ઝડપાઇ ચૂક્યો છે
પીઆઇ ગોહિલ સહિતની ટીમે ઝડપાયેલા તમામ આરોપીઓની પૂછપરછ કરતા મૂળ જામનગર જિલ્લાના કાલાવાડના વતની રઘુવીરસિંહ ઉર્ફે દીપક બહાદુરસિંહ જાડેજાએ જ આ હોટેલ રમવા માટે બુક કરાવી હોવાનું અને તે જ જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું. નોંધનીય છે કે આ શખ્સ રીઢો ખેલાડી છે અને અગાઉ પણ અનેકવાર જુગાર રમતા અને રમાડતા પકડાઇ ચૂક્યો છે ત્યારે વધુ એક વાર તે પોલીસ ચોપડે ચડ્યો છે. ઉપરાંત ગોપાલ રણછોડ સભાડ અને ચિરાગ રસિકભાઈ ધામેચા કારમાં લોકોને અહીં લઇ આવતા હોવાનું પણ પુછપરછમાં સામે આવ્યું હતું.
શિલ્પા જ્વેલર્સનાં માલીક પ્રભુદાસ પારેખનાં બબુડિયા ભાસ્કરે પોલીસને કરી હતી મોટી ઓફર?
મોરબી હાઈ-વે પર કમ્ફર્ટ હોટેલમાં ચાલતાં જુગાર પર દરોડાની અનેક વાતો બહાર આવી
શકુનિઓની તમામ ચાલ નિષ્ફળ ગઈ: સામ, દામ, દંડ, ભેદ કેઈસથી બચવા અજમાવાયા હતાં
જુગારની રેઈડમાં ટંકારા પોલીસનાં P.I. વાય. કે. ગોહિલની અસરકારક કામગીરી: બેથી ત્રણ કરોડ સુધીની ઓફર થઈ હતી?
શું ભાસ્કર પ્રભુદાસ પારેખને જુગારની લત છે? સોની બજારનાં વેપારીઓમાં ચર્ચાતો પ્રશ્ર્ન
તોતિંગ બિઝનેસ ધરાવતાં ભાસ્કર પારેખનાં પકડાવાથી સોની બજારમાં જબરી ચર્ચા