વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેન સરકારના પ્રમુખ પેડ્રો સાંચેઝે વડોદરામાં TATA એડવાન્સ સિસ્ટમ્સ લિમિટેડ (TASL) કેમ્પસ ખાતે C-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ તેઓએ પ્લાન્ટની કામગીરીને નિહાળી હતી.
C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈન
- Advertisement -
સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે. પીએમ નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝ ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું હતું. C-295 પ્રોગ્રામ હેઠળ કુલ 56 એરક્રાફ્ટ છે, જેમાંથી 16 એરબસ દ્વારા સીધા સ્પેનથી ડિલિવરી કરવામાં આવી રહી છે અને બાકીના 40 ભારતમાં બનાવવામાં આવનાર છે.
વડાપ્રધાનોએ વિમાનના મોડલ અને તેની કામગીરી સમજી
Tata Advanced Systems Ltd ભારતમાં આ 40 એરક્રાફ્ટનું નિર્માણ કરવામાં આવશે. આ સુવિધા ભારતમાં લશ્કરી વિમાનો માટે ખાનગી ક્ષેત્રની પ્રથમ ફાઇનલ એસેમ્બલી લાઇન (FAL) હશે. ત્યારે આ પ્રસંગે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝએ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનમાં વિવિધ પાર્ટસ અને વિમાનોને લગતી મહત્વની ચીજ વસ્તુઓને નિહાળી હતી. જેમાં બંને વડાપ્રધાનોએ વિમાનના મોડલ અને તેની કામગીરીને પણ સમજી હતી. આ ઉપરાંત વીડિયોમાં વડાપ્રધાન મોદી પેડ્રો સાંચેઝને TATA એરક્રાફ્ટ કોમ્પ્લેક્સની વધુ મહત્વની બાબતોની જાણકારી આપતા દેખાઇ રહ્યા છે.
- Advertisement -
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા જણાવ્યું હતુ કે મારા મિત્ર પેડ્રો સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે. આજથી અમે ભારત અને સ્પેનની ભાગીદારીને નવી દિશા આપી રહ્યા છીએ. અમે C-295 એરક્રાફ્ટની પ્રોડક્શન ફેક્ટરીનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ. આ ફેક્ટરી ભારત-સ્પેનના સંબંધો તેમજ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ મિશનને મજબૂત બનાવશે.