સાત કેસોની વિશેષ ખરાઇ માટે તપાસ સોપતાં કલેકટર
રાજકોટ – જિલ્લા જમીન તકેદારી સમિતીની મિટિંગ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટર દ્વારા જમીનના દસ કેસોની સમીક્ષા કરાઇ હતી. જે પૈકી સાત કેસો વિશેષ ખરાઇ માટે તપાસ કરવા સબંધિત અધિકારોઓને સુચના અપાઇ હતી. જયારે ત્રણ અરજીઓ દફતરે(ડ્રોપ) કરવાની સુચના સબંધિત અધિકારીઓને કલેક્ટર દ્વારા અપાઇ હતી.
આ તકે પોલીસ અધિક્ષક બલરામ મીના, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી અધિકારી કેતન ઠક્કર, પ્રાંત અધિકારીઓ, પોલીસ સ્ટાફ વગેર ઉપસ્થિત રહ્યા હતાં.
- Advertisement -



