શહેરની ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, લાખાજીરાજ રોડ, સોનીબજાર, પેલેસરોડથી લઇ ગુંદાવાડી સુધીની તમામ બજારમાં દિવાળીની ચમકારાથી વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી
આ વખતે શહેરની વિવિધ બજારોમાં 2000 કરોડથી પણ વધુનો વેપાર વેપારીઓનું અનુમાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
દિવાળીના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દિવાળીની રોનક શહેરના રાજમાર્ગો પર પણ જોવા મળી રહી છે. રાજકોટની મુખ્ય બજારોમાં પણ દિવાળીની રોનક જોવા મળી રહી છે. શહેરની ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, દીવાનપરા, લાખાજીરાજ રોડ, સોનીબજાર, પેલેસરોડથી લઇ ગુંદાવાડી સુધીની તમામ બજારમાં દિવાળીની ચમકારાથી વેપારીઓના ચહેરા પર ચમક જોવા મળી રહી છે. વેપારીઓ માની રહ્યા છે કે કોરોના પછીની સૌથી શ્રેષ્ઠ દિવાળી આ વર્ષે જોવા મળી રહી છે. અને માર્કેટમાં ઓનલાઇનના જમાનામાં પણ બજારમાં ખરીદીમાં ભીડ જોવા મળી રહી છે. આ વખતે શહેરની વિવિધ બજારોમાં 2000 કરોડથી પણ વધુનો વેપાર વેપારીઓનું અનુમાન છે.
સૌથી વધુ ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રોડ ઉપર આ વખતે 500 કરોડથી પણ વધુ વેપારનું વેપારીઓનું અનુમાન છે. એક વેપારી જણાવ્યું હતું કે આ વખતે દિવાળીને લઈ લોકોમાં ખૂબ જ સારો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને ધર્મેન્દ્ર રોડ અને લાખાજી રોડ બજારમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન આઠથી દસ લાખ લોકો આ બજારની મુલાકાત લેતા હોય છે. સૌરાષ્ટ્રની સૌથી જૂની બજાર ગણવામાં આવી રહી છે ત્યારે આ બજારમાં સૌરાષ્ટ્રભરના જિલ્લાઓમાંથી લોકો ખરીદી કરવા માટે રાજકોટ ખાતે આવતાં હોય છે.
હાલ ઓનલાઈન અને બ્રાન્ડ સ્ટોરનો જમાનો હોવા છતાં પણ બજારમાં ખરીદીની મજા છે એ મજા બીજે ક્યાંય નથી જેને લઇ લોકો મહેન્દ્ર રોડ લાખાજી રાજ રોડ ઉપર લોકો ખરીદી માટે આવી રહ્યા છે. સાથે જ શહેરની અન્ય બજારોમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે.
રાજકોટ સૌરાષ્ટ્રની શાન છે. જેને લઇ સૌરાષ્ટ્રના આજુબાજુના વિસ્તારોમાંથી લોકો રાજકોટ ખાતે ખરીદી કરવા માટે આવે છે. રિઝનેબલ રેટમાં સારી એવી કોલેટી મળે છે એટલા માટે પહેલી પસંદ લોકો રાજકોટની કરી રહ્યા છે.
- Advertisement -
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર અને લાખાજી રોડ બજાર રાજકોટની સૌથી જૂની બજાર છે. સૌરાષ્ટ્રભરમાં તેમનું નામ છે. આ બજારમાં 7,000 થી પણ વધુ વેપારીઓ કામ કરી રહ્યા છે. આ વખતે વેપારી પણ સારા એવા સંતુશ જોવા મળી રહ્યા છે. લોકડાઉન બાદ આ દિવાળીમાં એમની કમી પૂર્ણ થાય તેવું લાગી રહ્યું છે.