ચેહરાને ગ્લો કરવા અને પિમ્પલ્સ, ડાઘની સમસ્યામાં રાહત માટે નેચરલ ઉપાય માટે દૂધનો ઉપયોગ કરી શકાય છે. જેની હળદર, ચણાનો લોટ તથા મધ સાથે ફેસ પેક બનાવી શકાય છે.
ચેહરાના સ્કિનની દેખભાળ અને તેના ગ્લો માટે લોકો અનેક ઉપાય કરતા હોય છે. જેની પાછળ અનેક રૂપિયા પણ ખર્ચતા હોય છે. પરંતુ માર્કેટમાં મળનાર બ્યુટી પ્રોડક્ટમાં અનેક કેમિકલ હોય છે. જે ત્વચાને ડેમેજ પણ કરી શકે છે. એવામાં તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. તે સ્કિનને નેચરલ ગ્લો આપે છે. આ આર્ટિકલમાં જણાવીશું કે સ્કિન પર દૂધનો ઉપયોગ કેવી કરવો.
- Advertisement -
દૂધ અને હળદર
દૂધ ત્વચા માટે ખૂબ ગુણકારી હોય છે. દૂધ અને હળદરનો ફેસ પેક તૈયાર કરવા માટે એક કટોરીમાં બે સ્પૂન દૂધ લો. તેમાં એક સ્પૂન હળદર એક સ્પૂન લીંબુ રસ અને એક સ્પૂન મુલતાની માટીનો પાવડર લો. તેને મિક્સ કરીને ફેસ પર લગાવો. તેનાથી પિમ્પલ્સ, ડાઘ અને કાળાશથી રાહત મળશે.
દૂધ અને મધ
દૂધ-મધનો ફેસ પેક પણ ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેના માટે એક બાઉલમાં 2 સ્પૂન દૂધ, બે સ્પૂન મધ અને એક સ્પૂન લીંબુનો રસ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. આ ફેસ પેકને ચહેરા પર 20-25 મિનિટ માટે રહેવા દો. પછી તેને ધોઈ લો.આમ કરવાથી તમારો ચેહરો ગ્લો કરવા લાગશે.
દૂધ અને ચણાનો લોટ
આ ફેસ પેક બનાવવા માટે બે સ્પૂન દૂધ, એક સ્પૂન ચણાનો લોટ અને એક સ્પૂન લીંબુનો રસ મિક્સ કરો. પછી આ પેસ્ટને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. આ ફેસ પેકનો ઉપયોગ કરવાથી ચેહરા પર નિખાર આવે છે. સાથે ડાઘા અને પિગમેન્ટેશન ત્વચાની સમસ્યાઓથી રાહત મળશે.