હાઇકોર્ટના હુકમ બાદ હેલમેટ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા સતત ત્રીજા દિવસે ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં RTO, R B ઓફિસ, RMC કચેરી ખાતે 204 કેસ કરી દંડ વસૂલવામાં આવ્યો છે રાજકોટ ટ્રાફિક પોલીસ સેક્ટર 1 દ્વારા આજે બપોરે દસથી બાર વચ્ચે RTO ઓફિસ તથા R B ઓફિસ યાજ્ઞિક રોડ ખાતે હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી જેમાં 50 કેસ કરી રોકડા 22800નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ 71 ઈ ચલન કેસ કરી 34500નો દંડ ફટકારવામાં આવ્યો છે કુલ 121 કેસોમાં 57,300નો દંડ કરવામાં આવ્યો છે જ્યારે સેક્ટર 3 દ્વારા મહાનગર પાલિકા કચેરી આત્મીય કોલેજ સામે, મહાનગર પાલિકા કચેરી RMC કોલેજ પાસે અને RMC કચેરી ખાતે સરકારી તેમજ અર્ધસરકારી કર્મચારી વિરુદ્ધ હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી છે જેમાં 83 કેસ કરી 40900 દંડ વસૂલ કરવામાં આવ્યો છે તેમજ રોકડ કેસ 39 કરી રોકડ દંડ 15900 વસૂલવામાં આવ્યો છે અને ટોટલ ઈ ચલન 44 કરી 25000 દંડ ફટકારવામાં આવ્યો છે
રાજકોટ ટ્રાફિક પોલીસની સતત ત્રીજા દી’એે હેલમેટ ડ્રાઈવ, 204 કેસ

Follow US
Find US on Social Medias


