વિજેતાઓને હોન્ડા એકટીવા સ્માર્ટ ટીવી મોબાઇલ અને ઇન્ડક્શન સ્ટવ સહિતના ઇનામો અપાયા
ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી અને ધારાસભ્ય દર્શિતાબેન શાહ સહિતના અનેક મહાનુભાવોની હાજરીમાં ઇનામ વિતરણ સંપન્ન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ જૈન વિઝન અને વિશ્વ વણીક સામાજિક સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ વખતે નવરાત્રી દરમિયાન સોનમ નવનાત વણિક ગરબા 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવના મેગા ફાઈનલના વિજેતાઓને લાખેણા ઇનામોથી નવાજવાનો એક કાર્યક્રમ 150 ફૂટ રીંગ રોડ ઉપર કટારીયા ચોકડી પાસે ઋષભ વાટીકામાં યોજવામાં આવ્યો હતો અને તેમાં અનેક મહાનુભાવોની હાજરીમાં કિંગ, કવિન તથા પ્રિન્સ પ્રિન્સેસ અને વેલડ્રેસના નામો જાહેર કરી ઇનામો આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી અને વિશ્વ વણીક સામાજિક સંગઠનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શેઠએં આ આયોજનમાં સહકાર આપનારા દાતા પરિવારના સભ્યો,ખેલૈયાઓ અને સમગ્ર નવનાત વણિક સમાજનો આભાર માન્યો હતો. આ રાસોત્સવમાં દસ દસ દિવસ સુધી અદભુત રીતે ગરબા રમનાર અને નિર્ણાયકો તથા દર્શકોના દિલ જીતી લેનાર આ રસોત્સવના કિંગ તરીકે સિદ્ધાર્થ દોશી અને ક્વીન તરીકે હેતવી વોરા જાહેર થયા હતા.
લક્કી ડ્રો દ્વારા મુખ્ય ઇનામના વિજેતા ભૌમિક શાહ અને કાવ્યા શાહને પ્રથમ એવું હોન્ડા એકટીવા નું ઇનામ આપવામાં આવ્યું
આ સિવાય પ્રિન્સ કેટેગરીમાં નિશાંત વોરા, શિવમ શાહ, મીર ગોડા, સચિન વોરા, રચિત પારેખ, ભાગ્યેશ શાહ, અને ધર્મીન ગાંધી તથા વેલ ડ્રેસ મ મેઘ મહેતા અને વ્યોમ લોટીયાને ઇનામ આપવામાં આવ્યા હતા.
આ ઉપરાંત સિદ્ધાર્થ દોશી નિસર્ગ પારેખ,પાર્થ ગોયાણી, રવિ ગોડા,ભાવિક શાહ, રક્ષિત વખારીયા, કેવલ ગોડા, પ્રથમ મહેતા,મેઘ મહેતા અને વ્યોમ લોટીયા ને પણ ઇનામો મળ્યા હતા.
આ જ રીતે પ્રિન્સેસ કેટેગરીમાં કરીના મહેતા, માહી દોશી,ખુશી દોશી, પરીતા શેઠ, તૃષ્ટિ શાહ, વિરાંશી ડેલીવાલા, વૃશાલી વોરા, કૃષિકા ધ્રુવ, વેદાંશી પતિરા, દિયા શાહ,મૈત્રી સંઘવી અને શ્વેતા શાહ તેમજ વેલ ડ્રેસમાં હેતવી સંઘવી અને કૃષિકા ધ્રુવને ઇનામ આપવામાં આવ્યા હતા.
અન્ય કેટેગરીમાં હેતવી વોરા, ધાર્મિ ટોલિયા, કાવ્યા શાહ, તન્વી દોશી, નિયતિ શેઠ, દેવાંશી ડેલીવાલા, પ્રીસા વખારીયા, કેશ્વી જૈન, હેત્વી સંઘવી અને પ્રિયા ગોડા પણ પસંદગી પામ્યા હતા.
વિજેતાઓને જે ઇનામ આપવામાં આવ્યા હતા તેમાં હોન્ડા એક્ટિવા, સ્માર્ટ ટીવી, મોબાઈલ,રીયલ મી સાઉન્ડ, કનેક્ટ સાઉન્ડ તેમજ ઇન્ડક્શન સ્ટવ સહિતના ઇનામોનો સમાવેશ થતો હતો.
આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, સુનિલભાઈ શાહ, પ્રીતિબેન સુનિલભાઈ શાહ, અખિલભાઇ શાહ, અજીતભાઈ જૈન, પે ટચના કિશનભાઇ ગજેરા, કે પી હરણ, ગૌરાંગભાઈ, યોગેનભાઈ દોશી, મીનુબેન દોશી, પ્રમોદભાઈ કોઠારી, પ્રતિકભાઇ શાહ, મુકેશભાઈ ધોળકિયા, હિતેશભાઈ દોશી, નીપાબેન દોશી, ડો હાર્દિક શાહ, જતીન કોઠારી, શીતલબેન કોઠારી, પ્રીતિબેન વિપુલ મેહતા, એડવોકેટ, હિમાંશુ પારેખ, નિવિધ પારેખ,રાજીવ ઘેલાણી, સોનલબેન ઘેલાણી, ધવલ મેહતા દિપક ખાખરા, નીતિનભાઈ મહેતા, બીનાબેન મહેતા, રાકેશભાઈ ડેલીવાળા, અલ્પાબેન ડેલીવાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સોનમ નવનાત રસોત્સવમાં ના મેગા ફાઈનલ માં કિડ્સ કેટેગરીમાં પ્રિન્સ તરીકે આયુષ કામદાર, વંશ જૈન, દેવર્ષ આશરા, આયુષ મહેતા, દેવર્ષ સંઘવી,કાવ્ય ગાંધી ને ઇનામ મળ્યા હતા. કાવ્ય ગાંધી અને દેવર્ષ સંઘવીને વેલ ડ્રેસમાં પણ ઇનામ આપવામાં આવ્યું હતું.
કિડ્સ પ્રિન્સેસમાં દિયા શાહ, ખુશ્બુ ગાઠાણી, સિયા વોરા, જિનાલી ફુરીયા,જાનવી શાહ, સંજ્ઞા પારેખ, જીયા ખાખરા, નેન્સી મોદી, આરોહી મોદી, લબ્ધી વોરા, માનસી મહેતા,મોક્ષા મહેતા, પુરવા ઝાટકિયા, પવિત્રા કોઠારી અને ધાર્મી મોદીને ઇનામ આપવામાં આવ્યું હતું જેનાલી ફુરીયા અને મોક્ષા મહેતાને વેલડ્રેસનું ઇનામ પણ પ્રાપ્ત થયું હતું.
આ તકે ઇમરજન્સી સારવાર માટે ખડેપગે વેદાંત હોસ્પિટલ ડો પારસભાઈ શાહ ના માર્ગદર્શન હેઠળ ડો ટિમ નવરાત્રી દરમ્યાન સેવા આપવા બદલ ખાસ મોમેન્ટો દ્વારા સન્માન કરવા આવેલ જે સન્માન સ્વીકાર ડો દર્શિતાબેન સ્વીકાર કરેલ તેમજ સોનમ ગરબાના કો સ્પોશનર પે ટચ ના કિશનભાઈ ગજેરા, કે પી હરણ, તેમજ મહિલા અગ્રણી સંગીતાબેન શાહ,જે પી જેવલ્સ ના ભરતભાઈ નવરાત્રી દરમ્યાન સહકાર આપેલ તેવા તમામ દાતા પરિવાર એજન્સીઓ નો મોમેન્ટો આપી સન્માન કરેલ અને નિર્ણયક તરીકે માનદ સેવા આપવા બદલ કીર્તિભાઈ શિંગળા, મેહુલભાઈ રાડિયા,ધાત્રી ભટ્ટ,ફોરમબેન જોશી, પણ સન્માન કરવામાં આવેલ ઇનામ વિશેષ સહયોગ વિસામણ સેલ્સ, દર્શનભાઈ શાહ, કેતન દોશી, સોનમ ક્વાટઝ, રાજુભાઈ ધારૈયા, પ્રફુલભાઈ ગંગદેવ, શૈલેષ પાબારી, રાકેશભાઈ પોપટ, પરેશભાઈ જનાણી,દિનેશ વિરાણી, જેડીશ આઈ કેર, અમિત રૂપારેલિયા, અનીષ વાઘર, સહિતના સહયોગથી ભવ્ય ઇનામો અપાયા.