સગીરાને લઇ જઇ દુષ્કર્મ આચર્યું હોવાનો આઠ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
થાનગઢ ખાતે ગત શુક્રવારે ખુબ જ આઘાત ઘટના સામે આવી હતી જેમાં થાનગઢ ખાતે રહેતી એક પરિવારની સગીર દીકરી પર આઠ નરાધમો દ્વારા જુદા જુદા સ્થળો પર લઇ જઇ દુષ્કર્મ આચર્યું હુવની ફરિયાદ થાનગઢ પોલીસ મથકે નોંધાઇ હતી આ ફરીયાદ સગીરાના માતા દ્વારા આઠ શખ્સો પર નોંધાવતા જ પોલીસે ઘટનાની ગંભીરતા લઇ તમામ નરાધમોને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સોમવારે થાનગઢ પોલીસ દ્વારા આ પ્રકરણમાં સંડોવાયેલ ચાર શખ્સોને ઝડપી લીધા હતા જેમાં અજય ઉર્ફે ગડો નાનાભાઈ અલગોતર, અજય ઉર્ફે નાગજી દેવકરણભાઈ ભરવાડ, ધ્રુવ ઉર્ફે ધુલો મહેન્દ્રભાઈ ચાવડા તથા હરેશ ઉર્ફે કાનો ઉર્ફે હરી ભાનુભાઇ ભરવાડને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.