આજે સરગમી મ્યુઝીકલ નાઈટ, રાત્રે વરસાદ હશે તો લોકડાયરો હેમુગઢવી હોલમાં યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ અને કલાસીક નેટવર્ક પ્રા.લી. અને સનફોર્જ પ્રા.લી. ના સંયુક્ત ઉપક્રમે તા. 17/10/24 ને ગુરુવાર રાત્રે 8/00 વાગ્યે ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) ડો. યાજ્ઞીક રોડ, રાજકોટ ખાતે મ્યુઝીકલ નાઈટ યોજાશે. 10,000 (દસ હજાર) લોકોની બેઠક વ્યવસ્થા ખુરશી પર રાખેલ છે. આ મ્યુઝીકલ નાઈટ માં સરગમ સહ પરિવાર અને જાહેર જનતા વિના મૂલ્યે આમંત્રણ પાઠવીએ છીએ. આ મ્યુઝીકલ નાઈટમાં કલાકરો બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે, ગોવિંદ મિશ્રા, બંકીમ પાઠક, ગોવિંદ મીશ્રા, અલીફિયા શેટ્ટી, મોહસીન શેખ, મેલોડી કલર્સનાં મન્સુરભાઈ ત્રિવેદી પ્રસ્તુત ઓરકેસ્ટ્રા અને કી બોર્ડમાં તુષારભાઈ ગોસાઈ પ્રસ્તુત કરશે જાહેર જનતાને ગીત સંગીતનાં મહાસાગરમાં લઇ જશે.
- Advertisement -
આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાન વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય) અને ઉદઘાટક વિજયભાઈ રૂપાણી (પુર્વ. મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય) મુખ્ય અતિથી વિશેષ રામભાઇ મોકરીયા, (સાંસદ સભ્ય) તથા બ્રીજેશ ઝા (રાજકોટ શહેર પોલીસ કમિશનર) મુખ્ય મહેમાન માં અરવિંદભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ ગ્રુપ), યોગેશભાઈ પુજારા (પુજારા ટેલીકોમ), ગોવિંદભાઈ પટેલ (પુર્વ ધારાસભ્ય), રાકેશભાઈ પોપટ (આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ), શૈલેષભાઈ પાબારી (શ્રીનાથજી સ્કોડા શોરૂમ), નિતીનભાઈ ભારદ્રાજ (ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી), માંધાતસિંહ જાડેજા (રાજકોટ રાજવી પરીવાર), શિવલાલભાઈ આદ્રોજા (એન્જલ પમ્પસ પ્રા.લી.), ઉદયભાઈ કાનગડ (ધારાસભ્ય, રાજકોટ), મોહનભાઈ કુંડારીયા (મજી. સંસદસભ્ય – રાજકોટ), ધનરાજભાઈ જેઠાણી (ચેરમેન, ધનરાજ ગ્રુપ), જગદીશભાઈ ડોબરિયા (જે.પી. સ્ટ્રક્ચરર્સ પ્રા.લી.), બિપીનભાઈ હદવાણી (ગોપાલ નમકીન), હેતલભાઈ રાજ્યગુરુ (એચ.પી. રાજ્યગુરુ કુ.), પ્રભુદાસભાઈ પારેખ (શિલ્પા લાઈફ સ્ટાઈલ), રમેશભાઈ જીવાણી (રધુવીર કોટન મીલ) આ તમામ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ માં કલાસીક નેટવર્ક પ્રા.લી. ચેરમેન ઘનશ્યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાંબડીયા તથા સનફોર્જ પ્રા.લી. ચેરમેન નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા નો સહયોગ મળેલ છે.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, યોગેશભાઈ પુજારા, ઘનશ્યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાંબડીયા, નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.