સરગમ ક્લબ, એચ.પી. રાજયગુરૂ તેમજ કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ કલબ તેમજ એચ.પી. રાજયગુરૂ અને કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા હસાયરામાં સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા અને મનસુખભાઈ વસોયાએ હાસ્ય રસ પીરસીને જમાવટ કરી દીધી હતી અને રાજકોટવાસીઓને મોજ પડી ગઈ હતી. આમ તો આ કાર્યક્રમ ડીએચ કોલેજમાં રાખવામાં આવ્યો હતો પરંતુ વરસાદને લીધે આ કાર્યક્રમ હેમુગઢવી હોલમાં શિફ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યાં હાસ્ય કલાકારો ધોધમાર વરસ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને વજુભાઈ વાળા (પુર્વ. ગવર્નર કર્ણાટક રાજ્ય), ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
- Advertisement -
આ કાર્યક્રમમાં વજુભાઈ વાળા, મનીષભાઇ માડેકા, એમ.જે. સોંલકી, રાજદીપસિંહ જાડેજા (વાવડી), પ્રતાપભાઈ પટેલ, ઉમેશભાઈ શેઠ, તેજસભાઈ ભટ્ટી, મિતેંભાઇ મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઈ ડેલાવાળા ના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હેતલભાઈ રાજયગુરૂ, એમ. જે. સોલંકી, અનવરભાઈ ઢેબા, ભરતભાઇ સોંલકી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા,જગદીશભાઇ કિયાડા, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, વૈશાલીબેન શાહ, પૂજાબેન યાદવ, વર્ષાબેન પટેલ વગેરે જહેમત ઉઠાવી હતી.