નાસાએ ઉપગ્રહો મારફત તસ્વીરો જાહેર કરી
જ્યારે આપણે રણ વિશે વિચારીએ ત્યારે મનમાં સૌથી પહેલી તસવીર શું આવે છે રેતીનાં ઊંચા ટેકરાઓ અને દૂર દૂર સુધી પાણીનો અભાવ. સામાન્ય રણમાં લોકોને પાણી મેળવવા માટે કેટલાય કિલોમીટર દૂર સુધી જવું પડે છે. તો જરા વિચારો વિશ્વનાં સૌથી મોટા રણમાં લોકોની શું હાલત થતી હશે ?
- Advertisement -
એક સમયે સહારાના રણમાં પાણી મળવું અશક્ય હતું. પરંતુ હવે એવું લાગે છે કે આ વાત ભૂતકાળ બની ગઈ છે. સહારા રણમાંથી કેટલીક ચોંકાવનારી તસવીરો સામે આવી રહી છે, જેને જોઈને દરેકનાં પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
સહારાના રણમાં 50 વર્ષ બાદ પૂર આવ્યું છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ તેનાં ઉપગ્રહોની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો જોઈને સહારામાં આવેલાં પૂરનો અંદાજ લગાવી શકાય છે. રેતીનાં ઊંચા ટેકરા પાણીથી ભરેલાં છે. તેનું કારણ મુશળધાર વરસાદ છે.2 દિવસનાં ભારે વરસાદ બાદ સહારાનું રણ તળાવમાં ફેરવાઈ ગયું છે.
ખરેખર, આફ્રિકન દેશ મોરોક્કોમાં સતત 2 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો હતો. મોરક્કન હવામાન વિભાગે જણાવ્યું કે રાજધાનીથી 450 કિલોમીટર દૂર સ્થિત ગામમાં માત્ર 24 કલાકમાં 100 મીમી વરસાદ નોંધાયો છે. નાસાના સેટેલાઇટમાં લેક ઇરીકીનો ફોટો પણ કેપ્ચર કરવામાં આવ્યો છે. છેલ્લાં 50 વર્ષથી સુકાઈ ગયેલું આ તળાવ ફરી પાણીથી ભરાઈ ગયું છે. એક અહેવાલ મુજબ, મોરોક્કોમાં છેલ્લાં 30-50 વર્ષમાં ક્યારેય આટલો ભારે વરસાદ પડ્યો નથી. હવામાન વિભાગે આ વરસાદને એક્સ્ટ્રા ટ્રોપિકલ વાવાઝોડું ગણાવ્યું છે, જેની અસર ઘણાં વર્ષો સુધી જોવા મળશે.
- Advertisement -
મોરોક્કો ગત વર્ષથી કુદરતી આફતો સામે ઝઝૂમી રહ્યું છે. ગયાં વર્ષે આવેલાં તીવ્ર ભૂકંપ બાદ આ વર્ષે મોરોક્કોમાં પૂર આવ્યું હતું. આ પૂરમાં 18 લોકોનાં મોતનાં થયાં હતાં. હવે સહારાનું રણ પણ પૂરની ઝપેટમાં આવી ગયું છે.