ક્રુડ ઓઈલની કિંમતમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે, વિશેષજ્ઞોનુ માનવુ છે કે ક્રુડ ઓઈલ 10 ડોલર પ્રતિ બેરલે વધે છે તો એથી ભારતમાં મોંઘવારી 0.5% વધી જાય છે
ભારત પોતાનું 80% ક્રુડ ઓઈલ આયાત કરે છે જેનો કારોબાર દર વર્ષે 200 બિલિયન અમેરિકી ડોલર છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.11
- Advertisement -
ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને એક વર્ષ પુરૂ થઈ ગયુ છે.હવે આ યુદ્ધ મધ્યપૂર્વનાં મોટાભાગમાં વહેંચાઈ ચુકયુ છે. યુદ્ધનું ક્ષેત્ર લેબેનોન અને ઈરાન સુધી વધી ગયુ છે.મધ્યપૂર્વમાં આ અશાંતિ ભારતના માટે ચિંતાજનક છે.
ક્રુડ ઓઈલની કિંમતમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યો છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે ક્રુડ ઓઈલ 10 ડોલર પ્રતિ બેરલે વધે છે તો એથી ભારતમાં મોંઘવારી 0.5 ટકા વધી જાય છે.કારણ કે ભારત પોતાની જરૂરીયાતનાં લગભગ 80 ટકા ક્રુડ ઓઈલ આયાત કરે છે.કિંમતોમાં વધારાથી સ્પષ્ટ છે કે દરેક સામાનનો રાષ્ટ્રીય અને આંતર રાષ્ટીય સ્તર પર પરિવહન ખર્ચ વધશે.
ફેડરેશન ઓફ ઈન્ડીયન એકસપોર્ટસ ઓર્ગેનાઈઝેશન (ફીયો)ના મહા નિર્દેશક તેમજ સીઈઓ ડો.અજય સહાય કહે છે કે ભારત મધ્ય-પૂર્વનાં દેશો સાથે મોટો વ્યાપારીક ભાગીદાર છે તે ખાડી સહયોગ પરિષદ (જીસીસી)માં સામેલ સાઉદી અરબ, સંયુકત આરબ અમીરાત, કતર, બહેરપી, કૂવૈત અને ઓમાનની સાથે પોતાના વ્યાપારીક સંબંધો ઝડપથી વધારી રહ્યા છે.
સંયુકત અરબ અમીરાત સાથે એફટીએ પણ કરી ચુકયા છે જે લાગુ છે. ભારત ખાડી દેશો સાથે દર વર્ષે 200 બિલીયન અમેરીકી ડોલરનો વેપાર કરે છે. જેમાં 100 બિલિયનથી ઓછાની નિકાસ છે અને 100 બિલીયન ડોલરથી વધુની આયાત સામેલ છે. રશીયા અને યુક્રેનનું હવાઈ ક્ષેત્ર પહેલાથી જ ઉડાન સેવા માટે બંધ હતું. હવે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ક્ષેત્રમાં પણ હવાઈ ઉડાવી બંધ છે જેથી વિમાનોને લાંબુ ચકકર લગાવીને જવુ પડે છે. આથી ભારતથી બાકી દેશ અને યુરોપ જવાનો ખર્ચ વધ્યો છે. ડો.અજય સભય કહે છે કે દુનિયામાં આ બન્ને ક્ષેત્રો વચ્ચે ચાલુ સંઘર્ષ પુરો ન થયો તો ભારત પર તેની પ્રતિકુળ અસર પડી શકે છે.
ભારતનો ખાડી દેશ અને યુરોપનો બધો વેપાર રાતા સમુદ્રથી થાય છે. આ રસ્તાથી માલ પરિવહન થાય છે એક વર્ષ પહેલા સુધી તો યમન આસપાસના સમુદ્રી વિસ્તારોમાં હુતી બળવાખોરો સક્રિય હતા પરંતુ યુદ્ધની હાલતથી લાલ સાગરનો મોટોભાગ અસરગ્રસ્ત છે. લોજીસ્ટીકસ સંબંધી પડકારોને લઈને ઓગસ્ટમાં દેશની નિકાસને અસર થઈ છે અને તેમાં 9.3 ટકાનો ઘટાડો થયો છે.
હવે સામાનને યુરોપ સુધી લાવવા લઈ જવા માટે શિપીંગ કંપનીઓ હોર્ન ઓફ આફ્રિકા અને કેપ ઓફ ગુડ હોપ (દક્ષિણ આફ્રિકા) આસપાસથી પસાર થઈને લાંબા સમુદ્રી રસ્તાનો ઉપયોગ કરે છે.બીજી બાજુ પૂર્વીતટથી અને મલકકા જલડમરૂ મધ્યના રસ્તે રશીયન ક્રુડ ઓઈલને લાવવાથી વેપાર માર્ગ લાંબો થઈ જશે.
વિશેષજ્ઞો પણ માની રહ્યા છે કે ખાડીમાં સંઘર્ષ ભારત માટે ઘણો ખર્ચાળ છે. એક બાજુ માલના પરિવહન માટે જહાજોને લાંબા ચકકર લગાવવા પડે છે તો યુદ્ધની સ્થિતિમાં માલ પરિવહનમાં લાગેલા જહાજની સુરક્ષામાં મર્ચન્ટ નેવીને મોટા ભાગમાં વોચ રાખવી પડી રહી છે. જેના પર કરોડો રૂપિયાનો રોજનો ખર્ચ થઈ રહ્યો છે.
એક અધિકારી જણાવે છે કે યુદ્ધની સ્થિતિમાં જયારે લાંબો રસ્તો જહાજને નકકી કરવાનો પડી રહ્યો છે તો ત્યારે હુતી અને અન્ય સમુદ્રી લુંટારાઓના હુમલાનો ખતરો વધી જાય છે. એટલે વોચને વધારવી પડે છે. નેવી વધારા જહાજ વોચ ઉભા કરવા પડે છે.
- Advertisement -
મધ્ય પૂર્વમાં તનાવના કારણે રત્ન તેમજ આભુષણ, કિંમતી ધાતુઓ, એન્જીનીયરીંગ ગુડસ, રેડીમેડ વસ્ત્ર, કોમ્પ્યુટર, સહિત મશીનની ફળ, શાકભાજી, રાશન, કાર્બોનીક રસાયણ, વિદ્યુત મશીનરી, ઉપકરણ, લોખંડ, પોલાદ અને દવાઓની નિકાસને અસર પડી શકે છે.
ભાવ વધારાનો નવો ડામ: ખાદ્યતેલ પછી સાબુ-પાઉડર-ચા મોંઘા થવા લાગ્યા
તહેવારો ટાણે આમ આદમીનાં ઘર વપરાશના બજેટમાં વધારો થવાની આશંકા છે. એમએફસીનું કંપનીઓએ ખાદ્યતેલ, સાબુ, ડીટરજન્ટ, જેવી ચીજોનાં વેચાણ ભાવ વધારવાની તૈયારી શરૂ કરી છે. જેનાથી ફૂગાવા પર દબાણ સર્જાઈ શકે છે.
ગોદરેજ ક્ધઝયુમર દ્વારા એમ દર્શાવાયું છે કે પામતેલનાં ઉંચા ભાવને કારણે નફામાર્જીન પર દબાણ આવ્યુ છે. મેનેજમેન્ટ દ્વારા તમામ બોઝ એક જ ઝાટકે ગ્રાહકો પર નહિં ઝીંકવાનો નિર્ણય લેવાયો છે. જાણકારોનાં કહેવા પ્રમાણે એન્ફી લેવલને બદલે મોટા પેકમાં ભાવ વધી શકે છે. રિઝર્વ બેંક ધિરાણ નીતિમાં કોમોડીટી ભાવ વધારા વિશે લાલબતી ધરી જ હતી અસામાન્ય હવામાન, ભૌગોલીક ટેમ્શન અને ખાદ્યતેલ ઘઉં શાકભાજીનાં ઉંચા ભાવને કારણે ફૂગાવો વધવાનું જોખમ દર્શાવ્યુ હતુ.
કોપરેલ સહિતની પ્રોડકટની ઉત્પાદક કંપની મેરીકોનાં નિવેદન મુજબ કોપારાના ભાવ વધી ગયા છે. કંપનીએ ભાગ વધારાનો એક રાઉન્ડ લાગુ કરી જ દીધો છે. આયાત જકાત વધારાથી આયાતી ખાદ્યતેલ મોંઘા થતા તથા ક્રુડ તેલમાં અનિશ્ર્ચિતતાથી માર્જીનને અસર થશે.નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે મોંઘવારીનાં જોખમ પાછળનું સૌથી મોટુ કારણ કુડની અનિશ્ર્ચિતતા છે. આમાં પણ કંપનીઓએ તબકકાવાર ભાવ વધારો શરૂ કરી જ દીધો છે.