સરકારી પડતર જમીન હોવા છતાં દાતાનું નામ જોડી દેવાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ વ્હભગની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં મૂળી તાલુકાનાં ખાતડી ગામે પ્રાથમિક શાળા માટે ફાળવેલી જમીનમાં નિર્માણ થયેલ શાળાને ખાનગી નામ આપી દેવાતાં વિવાદ ઉભો થયો છે. જ્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષણ વિભાગને ધ્યાન દોરી લેખિત રજૂઆત કરાઈ છે. જાણવા મળતી વિગતો અનુસાર મૂકી તાલુકાના ખાતદી ગામે અગાઉ પ્રાથમિક શાળા અંગે દરખાસ્ત થઈ હતી જે અંતર્ગત ગામના સર્વે નબર 79 પૈકીનાં 3850 ચોરસ મીટર સરકારી પડતરમાંથી જમીન શાળા અર્થે ફાળવવામાં આવી હતી બાદમાં શાળા નિર્માણ થયા બાદ હવે શાળાને ખાનગી વ્યક્તિએ દાનમાં આપી હોવાનું ઉપજાવી ખાનગી નામ થકી શાળાની ઓળખ આપતાં વિવાદ સર્જાયો છે જ્યારે આ સમગ્ર પ્રકરણમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર ભૂલ ગણવી કે બેદરકારી તે અંગે તો તપાસ કાર્ય બાદ જ સ્પષ્ટતા થશે પરંતુ હાલ આમ આદમી દ્વારા આ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત પુરાવા સાથે સરકારી પડતરમાંથી જમીન ફાળવી હોવાની રજૂઆત કરતા વિવાદ ઊભો થયો છે.