કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં જામતી રાસોત્સવની જામતી રંગત, દર્શકોની ભીડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.8
- Advertisement -
શ્રી ઉમિયાધામ સિદસર પ્રેરીત ‘કલબ યુવી નવરાત્રી મહોત્સવ -2024’ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન સાગાની બાજુમાં, કોકોનેટ પાર્ટી પ્લોટની સામે વિશાળ મેદાનમાં રાસોત્સવ ની ધુમ મચાવી રહયુ છે. ટ્રેડીશ્નલ વેશભૂષામાં ખેલૈયાઓ ઝુમી રહયા છે. સમાજના મહાનુભાવો સામાજીક રાજકીય અગ્રણીઓ માતાજીની આરતી દર્શનનો લ્હાવો લઈ રાસોત્સવ માણી રહ્યા છે. ખેલૈયાઓ ને સુરતાલના સથવારે ઝુમતા નિહાળવા દર્શકોની ભારે ભીડ જામી રહી છે.
કલબ યુવી નવરાત્રી મહોત્સવમાં પાચમા નોરતે માજી સાંસદ મોહનભાઈ કુંડારીયા, એમ.એમ. પટેલ, મગનભાઈ ધીંગાણી, કલબ યુવીના કાંતીભાઈ ઘેટીયા, સ્પોન્સરો ટેરાફલો પાઈપ પરિવાર, ઇસુ ઇન્ટરનેશનલના ભાવીનભાઈ કમાણી, ઝેડ ઇવેન્ટના ધર્મેશભાઈ મકાતી, જયભાઈ મકાતી, પેવેલિયનના સ્પોન્સર આકાશ કેટરર્સના રાજુભાઈ, ડેકન સોલારના અમીતભાઈ, પ્રણેશભાઈ સુરાણી, લીયોફલો પાઈપના બીપીનભાઈ ખાચર, મનસષભાઈ ખાચર, હર્ષીતભાઈ ખાચર, વસ્સીલ પંપના શૈલેષભાઈ બૈડીયા, સનાતન ગ્રુપના વિરલભાઈ ઠોરીયા, વિજય ઇલેકટ્રોનીકસના અમરીશભાઈ મકવાણા, ફેવરીટોના ભરતભાઈ ખાનપરા, જી.એમ. વાલ્વના મનીષભાઈ સાયજા સહીતના એ આરતીનો લ્હાવો લીધો હતો. અતિથિ વિશેષ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ અગ્રણી નિતિનભાઈ ભારદ્રાજ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન જૈમિનભાઈ ઠાકર, શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદિપસિંહ જાડેજા, મહેશભાઈ રાઠોડ, મંત્રી વિજયભાઈ પાડલીયા, હરેશભાઈ જોશી, ચેરમેન કેતનભાઈ પટેલ, નિતિનભાઈ રામાણી, ઉપસ્થિત રહયા હતા.
કલબ યુવીમાં પાચમા નોરતે વિવિધ કેટેગરી વાઈસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ ઘેટીયા દિયા, અઘેરા મિષ્ટી, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ સવસાણી સાન, કનેરીયા હીલીશ, ચિલ્ડ્રન પ્રિન્સેસ કનેરીયા માહી, વાાછણી નિરજા, ચિલ્ડ્રન પ્રિન્સ વાછાણી અક્ષર, કાનાણી દર્શ, વેલ ડ્રેસ પ્રિન્સેસ કાલરીયા હેત્વી, ભાલોડી મીનલ, જાવીયા આસ્થા, વેલ ડ્રેસ પ્રિન્સ ધીંગાણી એલીસ, રાંકજા કેયુર, વીરોજા નિશીત, પ્રિન્સેસ બુટાણી ખુશી, ઘેટીયા સ્નેહા, કાલરીયા ક્રિશા, પ્રિન્સ કાલરીયા દિપેન, ભાલોડીયા આશીષ, પાચાણી નિલદિપ વિજેતા બન્યા હતા.
કલબ યુવીના નવરાત્રી મહોત્સવમાં પાચમા નોરતે કોમલબેન તથા દિપકભાઈ ગોવાણી, મનીષાબેન તથા કૌશીકભાઈ રાબડીયા, એન્જલ ગ્રુપના રંજનબેન તથા અશ્વિનભાઈ આદ્રોજા, શિલ્પન ગ્રુપના મીતલબેન તથા સમીરભાઇ કાલરીયા, હાર્મની ગ્રુપના હરસુખભાઈ ઠુંમર, ભરતભાઈ ખાચર, વિનુભાઈ આસોદરીયા ડી.આ.સી. રાજકોટના ભૂમીબેન તથા કિશોરભાઈ મોરી, ભોલા ઇલેકટ્રીકના ચતુરભાઈ ટીંબડીયા, કોપર ગ્રુપના રીટાબેન તથા પ્રવિણભાઈ પીપળીયા, ગીરીકન્દ્રા ફુડના રાકેશભાઈ દેસાઈ, બોલબાલાના જયેશભાઈ ઉપાધ્યાય, જે.વી.શાહ, ભાવિનભાઈ કમાણી એ ખેલૈયાઓને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.
‘કલબ યુવી’ નવરાત્રી મહોત્સવના સુચારૂ સંચાલનમાં એડવાઇઝરી ડાયરેકટર્સ મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા, એમ.એમ.પટેલ, કાંતીભાઈ ઘેટીયા, તેમજ કલબ યુવી ના બોર્ડ ઓફ ડાયરેકટરો બીપીનભાઈ બેરા, પ્રફુલભાઈ કાથરોટીયા, સુરેશભાઈ ઓગણજા, સંદીપભાઈ માકડીયા, નરેન્દ્રભાઈ ઘેટીયા, ડો. કલ્પેશભાઈ ઉકાણી, જીજ્ઞેશભાઈ આદ્રોજા, વિજયભાઈ ડઢાણીયા ના માર્ગદર્શન હેઠળ કમીટી મેમ્બર્સની ટીમ જહેમત ઉઠાવી રહી છે.



