વર્ષોથી ભૂગર્ભ ગટર, ગંદકી અને ડહોળા પાણીથી નર્કાગાર જેવી સ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
- Advertisement -
થાનગઢ નગરપાલિકા સ્વચ્છતા અંગે સાવ બેદરકાર હોવાનું સામે આવી રહ્યું છે એક તરફ થાનગઢમાં દશ દિવસ દરમિયાન એક બાળક સહિત બે લોકોના ડેન્ગ્યુના લીધે મોત સામે આવ્યા છે ત્યારે થાનગઢ નગરપાલિકાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટર અને ગંદકીના લીધે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે તેવામાં થાનગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલી સર્વોદય સોસાયટી ખાતે મામલતદાર અને ચીફ ઓફિસર મુલાકાતે જતા રહીશો દ્વારા સફાઈના અભાવને લઈને આવેદન પત્ર આપ્યું હતું.
જેમાં શહેરની સર્વોદય સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં એકત્ર થઈને આવેદન પત્ર આપતા પોતાના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઉભરાતી ભૂગર્ભ ગટર, ગંદકી અને પીવાનું પાણી ડહોળું આવતી હોવાની સમસ્યા રજૂ કરી હતી આ પ્રકારની સ્થિતિ હાઇવે છતાં રહીશો દ્વારા પોતાના બાળકો સાથે રહેવા માટે મજબૂર છે ત્યારે તંત્ર દ્વારા સફાઈ હાથ ધરાય તેવી માંગ સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઇ માંગ કરી હતી.