શારદીય નવરાત્રિ 2024 ચાલી રહી છે. આ દરમિયાન 9 દિવસ સુધી વિધિસર માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. તેનો ભક્તોને લાભ પણ મળે છે પરંતુ આ 9 દિવસ સુધી લોકોએ અમુક ખાસ વાતોનું ધ્યાન જરૂર રાખવું જોઈએ. અમુક નિયમોની સાથે જો માતાની પૂજા કરવામાં આવે તો તેનું ભક્તોને ખૂબ ફળ પણ મળે છે. આ સમયે એ ધ્યાન રાખવું પણ જરૂરી છે કે તમારે કયા રંગના કપડાં પહેરવા અને કયા રંગના કપડાંથી સંપૂર્ણરીતે અંતર રાખવું.
નવરાત્રિમાં કયા રંગના કપડાં પહેરવા
- Advertisement -
નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાની પૂજા કરવામાં આવે છે. દેવી માતાને પ્રસન્ન કરનાર રંગોને પહેરી શકાય છે. આ 9 દિવસ સુધી પીળા, લીલા, સફેદ, ગુલાબી, જાંબલી, વાદળી, લાલ, ભૂરો અને નારંગી રંગના કપડાં પહેરી શકાય છે. દરેક રાશિના લોકો દરેક દિવસના હિસાબે પણ એ નક્કી કરી શકે છે કે કયા રંગના કપડાં પહેરવા તેમના માટે શુભ રહેશે.
શારદીય નવરાત્રિમાં કયા રંગના વસ્ત્રો ન પહેરવા
શારદીય નવરાત્રિ દરમિયાન એક રંગ એવો પણ છે જેનાથી અંતર રાખવું જોઈએ. તે રંગના કપડાં પહેરવાથી નુકસાન થઈ શકે છે. આ રંગ કાળો છે. શારદીય નવરાત્રિ દરમિયાન કોઈ પણ દિવસે કાળા રંગના કપડાંને પહેરવાનું ટાળવું જોઈએ. કહેવાય છે કે કાળો રંગ નકારાત્મકતાને વધારે છે અને પૂજાની દૃષ્ટિએ શુભ માનવામાં આવ્યો નથી. તેથી આ રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.