સરકારની જુદી જુદી 15 યોજનાની સેવાઓનો લાભ મળ્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.5
રાજય સરકાર દ્રારા નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોને પૂર્ણ કરવા માટે દસમા તબકકાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકાના આસપાસના 21 જેટલા ગામનાં રહીશો સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો છેવાડાનો એકપણ લાભાર્થી સરકારી યોજનાઓથી વંચીત ન રહે તેવા હેતુથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે.
- Advertisement -
આ સેવા સેતુ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા તાલુકાના બાવળી, કોંઢ, રતનપર, રામપરા, પ્રથુગઢ, દેવચરાડી, રાજસીતાપુર, જેગડવા, વ્રજપર, ખાંભડા, નવલગઢ, ગુજરવદી, મોટા અંકેવાળીયા, નારીચાણા, જસાપર, ભેચડા, ધોળી, રાયગઢ, રાવળીયાવદર, કલ્યાણપુર, ગાજણવાવ સહિત ગામનાં નાગરિકોને લાભ મળ્યો હતો. પ્રશાસન દ્વારા કરેલ સેવાસેતુ કાર્યક્રમમાં ધ્રાંગધ્રા નાયબ કલેકટર, મામલતદાર તેમજ ગામના તલાટીઓ વિવિધ વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક તથા જાતિના દાખલા, રેશનકાર્ડમાં નામ દાખલ તથા કમી કરવું, ઊ-ઊંઢઈની કામગીરી, આઘારકાર્ડને લગતી કામગીરી, ઙખઉંઅઢ યોજનાની અરજી, મફત હેલ્થ ચેકઅપ સહીત જુદા જુદા 13 જેટલા વિભાગોની જન કલ્યાણકારી 55 જેટલી સેવાઓના લાભો ઘરઆંગણે મળે તે માટે વિવિધ વિભાગના અધિકારી અને કર્મચારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોને સાચું માર્ગદર્શન અને પ્રશ્નનું નિરાકરણ લાવ્યા હતા.