ઈરાનના સુપ્રીમોએ ઇઝરાયલને આપી ચેતવણી
શુક્રવારની નમાઝ વખતે ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધન કર્યું: દુશ્મનો સામે એક થવાની અપીલ કરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
મિડલ ઈસ્ટમાં ખુલ્લા યુદ્ધના સાત મોરચા વચ્ચે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુનિયાભરના તમામ દેશોની નજર ઈરાન પર છે કારણ કે ઈરાનના સુપ્રીમો ખામેની તેહરાનમાં સંબોધન કરવાના છે. નસરાલ્લાહના મોત બાદ ખામેનીને ગુપ્ત જગ્યાએ લઈ જવામાં આવ્યા હતા. તે પછી, ખામેની પ્રથમ વખત સામે આવી રહ્યા છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધનની શરૂઆતમાં લોકોને એકજુટ રહેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે તમે લોકો અલ્લાહના બતાવેલા માર્ગથી હટશો નહીં. ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને એકજુટ રહેવાની અપીલ કરી છે.
ખામેની ગ્રાન્ડ મોસલ્લા મસ્જિદમાં હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખામેનીને સાંભળવા માટે હજારો લોકો હાજર છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ કહ્યું કે જો જરૂર પડશે તો અમે ફરીથી ઇઝરાયલ પર હુમલો કરીશું. હિઝબુલ્લાહ અને લેબનનના લોકો તેમના અધિકારો માટે લડી રહ્યા છે. ઇઝરાયલને લેબનનમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. લેબનનના મુસ્લિમોએ તેમના સન્માનની રક્ષા કરી અને ઇઝરાયેલ સામે લડી રહ્યા છે.
- Advertisement -
ખામેનીએ આરબ મુસ્લિમોને પણ વિનંતી કરી કે તેઓ ઇઝરાયલ સામેના આ યુદ્ધમાં અમારો સાથ આપે. અમે લેબનોન માટે બધું જ કરીશું.
ખામેનીએ કહ્યું કે પેલેસ્ટાઈન પર દુશ્ર્મનોનો કબજો છે. પેલેસ્ટાઈનને જમીન પરત લેવાનો અધિકાર છે. ઈરાનથી લેબનન સુધીના મુસ્લિમો એક થાય. ઈરાને ઇઝરાયલને મિસાઈલોથી જવાબ આપ્યો છે.
ખામેનીએ કહ્યું કે તેઓ ઇઝરાયલ તમામ મુસ્લિમોનું દુશ્ર્મન છે. મુસ્લિમો પર અત્યાચાર થઈ રહ્યા છે. તેઓ માત્ર આપણા દુશ્ર્મનો જ નથી પરંતુ પેલેસ્ટાઈન અને યમનના પણ દુશ્ર્મન છે.
ઈરાનના સુપ્રીમો ખામેનીએ રાષ્ટ્રને સંબોધનની શરૂઆતમાં લોકોને એકજુટ રહેવાની અપીલ કરી હતી. તેણે કહ્યું કે તમે લોકો અલ્લાહના બતાવેલા માર્ગથી હટશો નહીં. ખામેનીએ દુનિયાભરના મુસ્લિમોને એકજુટ રહેવાની અપીલ કરી છે.
ઇઝરાયલના હુમલામાં માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ભાઈ હાશેમ સફીદ્દીન પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ઇઝરાયલની સેનાએ ગુરુવારે બૈરૂતમાં સફીદ્દીનને નિશાન બનાવ્યો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલના અધિકારીઓએ કહ્યું કે વિમાનોએ ભૂગર્ભ બંકર પર બોમ્બમારો કર્યો હતો. હિઝબુલ્લાહના ટોપ અધિકારીઓ અહીં એક બેઠક યોજી રહ્યા હતા. સૈફીદીન આમાં ભાગ લેવા જઈ રહ્યો હતો. સૈફિદ્દીન ત્યાં પહોંચ્યો હતો કે નહીં તેની માહિતી નથી. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ કે હિઝબુલ્લાહે સફીદ્દીનની હત્યા અંગે કોઇ નિવેદન જાહેર કર્યુ નથી. ગયા અઠવાડિયે નસરાલ્લાહ માર્યો ગયો પછી, સફીદ્દીનને તેનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. તે નસરાલ્લાહનો પિતરાઈ ભાઈ હોવાનું જણાય છે.
સફીદ્દીન પોતાને પ્રોફેટ મોહમ્મદનો વંશજ માને છે, તેથી નસરાલ્લાહની જેમ, તે કાળી પાઘડી પહેરે છે. અમેરિકાએ તેને 2017માં આતંકવાદી જાહેર કર્યો હતો. તે હિઝબુલ્લાહની રાજકીય બાબતોનું ધ્યાન રાખે છે. આ સિવાય તે જેહાદ કાઉન્સિલનો અધ્યક્ષ પણ છે, જે સંગઠનની સૈન્ય કાર્યવાહીની યોજના બનાવે છે. ખામેનીએ કહ્યું કે દરેક દેશને રક્ષા કરવાનો અધિકાર છે. પેલેસ્ટિનિયન લોકોને તેમના પર કબજો કરવા માંગતા દળો સામે પુરી તાકાતથી ઉભા રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.