દેશભરની ચાલીસથી વધુ મેડિકલ સંસ્થાના વડા કોન્ફરન્સમાં પધારશે
75 જેટલાં તજજ્ઞોનાં વિવિધ વિષયો પર લેકચર યોજાશે: ડૉ. અતુલ પંડયા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટનું તબીબી જગત વધુ એક યાદગાર પળોનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, આગામી દિવસોમાં ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાત શાખાની 76મી વાર્ષિક કોન્ફરન્સ જીમાકોન-2024 રાજકોટના આંગણે યોજાઈ રહી છે. રાજકોટના તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત ચાર પદ્મ એવોર્ડ વિજેતા ખ્યાતનામ તબીબો સહિત દેશભરની ચાલીસ જેટલી મેડિકલ સંસ્થાઓના વડાઓ આ કોન્ફરન્સમાં અદ્યતન તબીબી વિજ્ઞાન વિશે માર્ગદર્શન આપશે. આઠ વર્ષ બાદ રાજકોટમાં યોજાનાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત તબીબો ખાસ ઉપસ્થિત રહેશે અને તબીબી ક્ષેત્રે થયેલ શોધ, નિદાન-સારવારની પધ્ધતિ વિશે જ્ઞાનની આપલે કરશે એક જીમાકોન-24ના ચેરમેન ડો. અતુલ પંડયાની એક યાદીમાં જણાવાયું છે. મહિલાઓ તથા બાળકોને લગતાં વિવિધ રોગ સહિત શરીરના તમામ પ્રકારના રોગના ખ્યાતનામ તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.
આઈ.એમ.એ.-ગુજરાતના પ્રમુખ ડો. ભરત કાકડીયા અને જીમાકોન-2024ના ચેરમેન ડો. અતુલ પંડયાએ જણાવ્યુ છે કે, એલોપથી તબીબોના વિશ્વના સૌથી મોટા સંગઠન ઈન્ડીયન મેડિકલ એસોસીએશનની ગુજરાતની કોન્ફરન્સ આઠ વર્ષ બાદ રાજકોટમાં મળી રહી છે. કોન્ફરન્સ દ્વારા તબીબો વિશ્વભરમાં તબીબી ક્ષેત્રે થતી વિવિધ શોધ, અદ્યતન સારવાર વિશે ચર્ચા કરતા હોય છે. તબીબો પોતાના અનુભવો, વિવિધ રોગમાં જોવા મળતાં દર્દીઓ, તેની સારવારના અલગ અલગ પધ્ધતિઓ વિશે ગહન ચર્ચા કરી એક બીજાના જ્ઞાનમાં વધારો કરતાં હોય છે જેનો ફાયદો અંતે તો સમાજને જ થાય છે.
- Advertisement -
જીમાકોનના સાયન્ટીફીક કમીટીના ચેરમેન ડો. અમીત અગ્રાવત, આઈ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. ભાવેશ સચદે, સોવેનિયરના એડીટર ડો. જય પિરવાણી અને ટ્રેઝરર ડો. તેજસ કરમટાએ ફોન્ફરન્સ વિશે માહિતી આપતાં જણાવ્યુ છે કે, તબીબી સંગઠન તરીકે સમાજ પ્રત્યેની અમારી ફરજ સમજી આ વખતે તંદુરસ્ત સમાજની રચનાના હેતુ સાથે કોન્ફરન્સમાં વિવિધ મુદા પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. વિવિધ રોગના નિષ્ણાત તબીબો રોગ, નિદાન અને સારવાર વિશે માર્ગદર્શન આપશે સાથે સાથે વિવિધ રોગમાં લોકો સપડાય નહીં એ માટે લોકોને જાગૃત કરવાના પણ પ્રયાસો કરવામાં આવશે. જીમાકોનના કો.ઓર્ડિનેટર ડો. યજ્ઞેશ પોપટ, કો. ચેરમેન ડો. હિરેન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા અને ડો. દિપેશ ભાલાણીએ માહિતી આપતા કહ્યું કે, ગુજરાતભરના એલોપેથી તબીબોની કોન્ફરન્સ જીમાકોન-2024 આગામી તા. 19-20 ઓક્ટોબર 2024 (શનિ-રવિ) હોટલ સિઝન્સ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાશે, જેમાં તબીબી ઈતિહાસમાં પ્રથમ વખત રાજકોટમાં યોજાનારી રાજ્ય કક્ષાની કોન્ફરન્સમાં 300થી વધુ તબીબો પેટ્રન તરીકે નોંધાયા છે. રાજકોટ ઉપરાંત ગુજરાતના તબીબોએ પેટ્રન તરીકે નોંધપાત્ર યોગદાન આપી તબીબી જગતમાં નવો ઈતિહાસ કંડાર્યો છે જે સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. જીમાકોનના સેક્રેટરી ડો. ચેતન લાલસેતા, ડો. પારસ શાહ અને ડો. સંજય ભટ્ટના જણાવ્યા અનુસાર આ કોન્ફરન્સમાં વિવિધ રોગના આંતર રાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત તબીબો પધારવાના છે. હદયરોગ નિષ્ણાત પદ્મશ્રી-પવભૂષણ ડો. તેજસ પટેલ, કોરોના કાળમાં સતત દેશભરના તબીબોને માર્ગદર્શન આપનાર એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડિરેક્ટર પવશ્રી ડો. રણજીત ગુલેરીયા, એન્ડોક્રોનોલોજીસ્ટ – ડાયાબીટોલોજીસ્ટ પદ્મશ્રી ડો. શશાંક જોશી, ડો. અનિલ જૈન, કાર્ડિયાક સર્જન ડો. અભિજાત શેઠ, ન્યુરોસર્જરી ક્ષેત્રે નિષ્ણાત ડો. અનિલ પી. કારાપુરકર, પદ્મશ્રી કાર્ડિયોલોજીસ્ટ ડો. કમલ કે. રોઠી, ડો. સંદિપ રાય, ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-નવી દિલ્હીના ઈલેક્ટેડ પ્રેસીડન્ટ ડો. અનિલ નાયક, ગુજરાત મેડિકલ કાઉન્સીલના ચેરમેન ડો. નિતીન વોરા સહિત દેશભરના અનેક જાણીતા તબીબો કોન્ફરન્સમાં વિશ્વકક્ષાએ વિવિધ રોગના નિદાન – સારવાર ક્ષેત્રે થયેલ શોધ વિશે માર્ગદર્શન આપશે.
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કાર્ડિયોલોજીસ્ટ ડો. તેજસ પટેલ પદ્મશ્રી અને પવભૂષણ એવોર્ડની સન્માનિત થયેલ છે. ડો. તેજસ પટેલ ઈન્ટરવેશનલ કાર્ડિયોલોજી ક્ષેત્રે એન્જીયોગ્રાફમાં નવી શોધના જનક છે. છેલ્લાં 18 વરસથી તેઓ કાર્ડિયોલોજી માટેનો ટ્રાઈકો કોર્પ ચલાવે છે જેમાં દેશ વિદેશના 8 હજાસ્થી વધુ તબીબોને કાર્ડિયોલોજીની તાલીમ આપી છે. તેમના દ્વારા લખવામાં આવેલ ત્રણ બુક હાલ કાર્ડિયોલોજીના અભ્યાસમાં સામેલ છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. કે. એમ. શરન કાર્ડિયોલોજી એવોર્ડ સહિત અનેક રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે. કોરોના કાળમાં દેશભરના તબીબો માટે સતત માર્ગદર્શક બની લોકોના જીવ બચાવવા પ્રયાસ કરનાર પદ્મશ્રી ડો. રણદીપ ગુલેરીયા એઈમ્સ-નવી દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર છે. કોરોના કાળમાં તેઓ સતત વિવિધ માધ્યમો દ્વારા દર્દીની યોગ્ય સારવાર માટે તબીબોને માર્ગદર્શન આપતા હતાં. ફેફસાના રોગના નિષ્ણાત ડો. ગુલેરીયાને રેસ્પીરેટરી મેડિસીનના હરતા ફરતા એન્સાયક્લોપિડિયા માનવામાં આવે છે. હાલ તેઓ ઈન્સીટપુષ ઓફ ઈન્ટરનલ મેડિસીન એન્ડ રેસ્પીરેટરી એન્ડ સ્લીમ મેડિસીન-મેદાંતા હોસ્પિટલના ચેરમેન તરીકે કાર્યસ્ત છે. પદ્મશ્રી ડો. કમલ શેઠી કોરોનરી એન્જીયોગ્રાફી એન્ડ કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝીયોલોજી ઈન ઈન્ડીયાના પાયોનિયર પૈકીના એક ખ્યાતનામ કાર્ડિયોલોજીસ્ટ છે. તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. તેમને ડો. બી. સી. રોય એવોર્ડ, ડો. ડી. પી. બાસુ યંગ ઈન્વેસ્ટીગેટર એવોર્ડ ઓફ કાર્ડિયોલોજી સોસાયટી ઓફ ઈન્ડીયા, સ્કાર્સ એવોર્ડ અવધકશ્રી એવોર્ડ, સ્વામી વિવેકાનંદ એવોર્ડ, ઈન્સ્પાયરીંગ કાર્ડિયોલોજીસ્ટ ઓફ ઈન્ડીયા એવોર્ડ, ટાઈમ્સ હેલ્થ કેર એચીવર્સ એવોર્ડ (લીજન્ડ), ચિકિત્સા રત્ન એવોર્ડ, સી.એસ.આઈ. લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ સહિત અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે.
દેશના ખ્યાતનામ એન્ડોક્રાઈનોલોજીસ્ટ એન્ડ ડાયાબીટેલોજીસ્ટ છે. ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી દ્વારા સન્માનીત કરવામાં આવ્યા છે. કોરોના કાળમાં તેમણે કોરોના ટાસ્ક ફોર્સમાં રાષ્ટ્રીય કક્ષાએ જવાબદારી નિભાવી લોકોની સેવા કરી હતી. તેઓ હાલ લીલાવતી હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર-મુંબઈમાં ક્ધસલટન્ટ એન્ડોક્રાઈન એન્ડ મેટાબોલીક ફિઝીશીયન તરીકે સેવા આપે છે.
ઈન્ડીયન મેડિકલ એસોસીએશન -નવી દિલ્હી હેડ ક્વાર્ટરના માનદ્ મંત્રી તરીકે સેવા આપતા જાણીતા ઓર્થોપેડિક સર્જન ડૉ. અનિલ નાયક ઈન્ડીયન મેડિકલ એસોસીએશન – ના આગામી વર્ષના પ્રેસીડન્ટ તરીકે પસંદગી પામ્યા છે.
તેઓ હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીના મેડિકલ ફેકલ્ટીના ડિન, ડેન્ટલ કાઉન્સીલના મેમ્બર, ઈન્ડીયન નર્સિંગ કાઉન્સીલના એક્ઝીક્યુટીવ મેમ્બર, નેશનલ મેડિકલ કમિશનના મેમ્બર, ગુજરાત મેડિકલ કાઉન્સીલના એક્ઝીક્યુટીવ મેમ્બર તરીકે સેવા આપે છે. ડૉ. અનિલ જૈન જાણીતા કાર્ડિયોલાસ્ક્યુલર – થોરાસીક સર્જન છે. તેમણે ત્રણ દાયકાના તેમના અનુભવ દરમિયાન કાર્ડિયાક સર્જરી ક્ષેત્રે ‘બીમા’ સર્જરી સહિત અનેક નવી શોધ કરી છે, 45 હજારથી વધુ કાર્ડિયાક સર્જરી કરી છે.
એરોટીક વાલ્વ રીપેર-સર્જરીના પાયોનીયર માનવામાં આવે છે. તેઓ તબીબ તરીકે હદયરોગના દર્દીઓની સારવાર કરવા સાથે લોકો હદય રોગમાં સપડાય નહી એ માટે લોક જાગૃતી માટે પ્રયાસ કરતા રહે છે, તેમના દ્વારા 250 થી વધુ લોક જાગૃતીના સેમીનાર અને 500 થી વધુ હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. એપીક મલ્ટીસુપર સ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલ-અમદાવાદના સ્થાપક ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. ડૉ. અભિજાત શેઠ અમદાવાદની એપોલો હોસ્પિટલના જાણીતા કાર્ડિયાક સર્જન છે. તેઓ પી.જી. કોર્ષ અને ડી.એન.બી. પી.જી. કોર્ષની એક્ઝામ જેના દ્વારા લેવામાં આવે છે એ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશન ઈન મેડિકલ સાયન્સ (એન.બી.ઈ.એમ.એસ.)ના ચેરમેન તરીકે સેવા આપે છે. નાભ ગવર્નિંગ બોર્ડના મેમ્બર છે. દસ વરસ સુધી તેમણે યુ.કે.માં કાર્ડિયાક સર્જરીની પ્રેક્ટીસ ર્ક્યા બાદ વરસોથી તેઓ અમદાવાદ ખાતે કાર્યરત છે.
અમદાવાદના ડૉ. નિતીન વોરા ગુજરાત મેડિકલ કાઉન્સીલના પ્રેસીડન્ટ અને જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજના ડિન, ગુજરાત યુનિવર્સીટીના સેનેટ મેમ્બર, એમ.સી.આઈ.ની ફાઈનાન્સ કમીટીના ચેરમેન, પોસ્ટ ગ્રેજ્યુએટ કમીટીના મેમ્બર તરીકે સેવા આપે છે. તબીબ તરીકે તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેક પેપર, પોસ્ટર પબ્લીશ ર્ક્યા છે.
ડૉ. સંદિપ રાય મુંબઈની એપોલો હોસ્પિટલના જાણીતા ફિઝીશીયન છે. તેઓ ડાયાબીટીસ સ્પેશ્યાલીટી સેન્ટર-એડવાન્સ સેન્ટર ઓફ ડાયાબીટીસ કેર એન્ડ રીસર્ચ-એમ.જે.એમ. ઈન્સ્ટીટ્યુટ હેલ્થ સર્વિસના વડા તરીકે સેવા આપે છે. તેમને રીસર્ચ, પબ્લીકેશન અને રાષ્ટ્ર નિર્માણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી માટે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ લાઈમ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડની સન્માનિત કરવામાં આવ્યા છે. ડૉ. અનિલ કારાપુરકર મુંબઈના જાણીતા સિનિયર ન્યુરોસર્જન છે. ન્યુરોસર્જરી ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા ડૉ. કારાપુરકર દ્વારા ન્યુરોસર્જરીની અનેક બુકમાં ખાસ ચેપ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તેમણે ન્યુરોસર્જરી અને જનરલ વિષય પર દેશ-વિદેશમાં અનેક લેક્ચર આપી તબીબો અને લોકોનું માર્ગદર્શન ર્ક્યું છે. તેઓ એ.એ.એફ.આઈ.ટી.એન.ના પૂર્વ પ્રમુખ છે, સોસાયટી ફોર ન્યુરો વાસ્ક્યુલર ઈન્ટરવેશન્સના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી છે. ગુજરાત આઈ. એમ. એ. ના સેક્રેટરી ડૉ. મેહુલ શાહ, ઝોન ઉપપ્રમુખ ડૉ. ભાવેશ સચદે, જીમાકોન-2024ના ચેરમેન ડૉ. અતુલ પંડ્યા, કોન્ફરન્સ કો.ઓર્ડીનેટર ડૉ. યજ્ઞેશ પોપટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ચીફ) ડૉ. ચેતન લાલસેતા, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (સાયન્ટીફીક) ડૉ. સંજય ભટ્ટ, ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી (ઈવેન્ટ) ડૉ. પારસ શાહ, રાજકોટ આઈ. એમ.એ. ના પ્રમુખ ડૉ. કાંત જોગાણી, સેક્રેટરી ડૉ. અમીષ મહેતા, જીમાકોન-2024ના કો. ચેરમેન ડૉ. એમ. કે. કોરવાડીયા, ડૉ.હિરેન કોઠારી, ડૉ. દિપેશ ભાલાણી,સાયન્ટીફીક કમીટી ચેરમેન ડૉ. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડૉ. તેજસ કરમટા, સોવેનિયર એડીટર ડૉ. જય ધીરવાણી, જોઈન્ટ સેક્રેટરી પ્રફુલ કમાણી, ડૉ. રૂકેશ ઘોડાસરા, ડૉ. સંજય ટીલાળા, જોઈન્ટ ટ્રેઝરર ડૉ. પિયુષ ઉનડકટ, ડૉ. જયેશ ડોબરીયા, રાજકોટના વરીષ્ઠ તબીબો ડૉ. એસ. ટી. હેમાણી, ડૉ. સી. આર. બાલધા, ડૉ. ડી. કે. શાહ, ડૉ. સુશિલ કારીઆ, ડૉ. પ્રકાશ મોઢા, ડૉ. કિરીટ દેવાણીના માર્ગદર્શન હેઠળ તબીબોની ટીમ કોન્ફરન્સના આયોજન માટે કાર્યરત છે. કોન્ફરન્સના મિડિયા કો.ઓર્ડિનેટર તરીકે વૈભવ ગ્રાફિક્સના વિજય મહેતા સેવા આપે છે.



