ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી કાનપુર ટેસ્ટ મેચ જીતીને ભારતે સિરીઝ પર કબજો કર્યો છે. ભારતે ટેસ્ટ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કરતા બાંગ્લાદેશ સામે ક્લીન સ્વીપ કરી છે.
ભારતનો બાંગ્લાદેશ સામે 7 વિકેટે વિજય
- Advertisement -
ભારતે કાનપુર ટેસ્ટ મેચ 7 વિકેટે જીતી લીધી છે. બાંગ્લાદેશે અંતિમ દિવસે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ભારતે માત્ર 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે. યશસ્વી જયસ્વાલે આઉટ થતા પહેલા ફિફ્ટી ફટકારી હતી. વિરાટ કોહલી અણનમ રહ્યો હતો. પાંચમા દિવસે બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગમાં માત્ર 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ભારતીય ટીમને જીતવા માટે 95 રનનો ટાર્ગેટ મળ્યો છે. ભારત તરફથી બુમરાહ, અશ્વિન અને જાડેજાને 3-3 વિકેટ મળી હતી.
ભારતને પ્રથમ ઈનિંગમાં 52 રનની લીડ મળી હતી
ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે તેની પ્રથમ ઈનિંગમાં 233 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે આક્રમક બેટિંગ કરીને 9 વિકેટે 285 રન બનાવી પ્રથમ ઈનિંગ ડિકલેર કરી હતી. ભારત પાસે 52 રનની લીડ હતી. બીજી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમે 146 રન બનાવી શકી હતી અને ભારતને 95 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે ત્રણ વિકેટ ગુમાવીને આ ટાર્ગેટને ચેઝ કરી લીધો છે.
- Advertisement -
WTCમાં ભારત ટોચ પર યથાવત
બાંગ્લાદેશ સામે ક્લીન સ્વીપ બાદ ભારતીય ટીમ ટોપ પર યથાવત છે. 11 મેચમાં આઠ જીત સાથે 74.24 પોઈન્ટ છે. હવે રોહિત શર્માની સેનાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા માટે આઠમાંથી ચાર મેચ જીતવી પડશે. ભારત ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે જ્યારે આ વર્ષના અંતમાં ટીમ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરશે.