લખનૌની જયોર્જ મેડિકલ યુનિવર્સિટીના સંશોધનમાં મોટો ખુલાસો
કાર્યસ્થળ પર તનાવ પણ ગર્ભાશયનું સમય પહેલા નબળા પડવાનું કારણ: ગર્ભધારણ કરવામાં પરેશાની અનુભવે છે એક તૃતિયાંશ મહિલાઓ
- Advertisement -
જંક ફૂડ ખાવાથી અને સ્થુળતાના કારણે મહિલાઓનું ગર્ભાશય સમય પહેલા જ કમજોર થઈ રહ્યું છે. કાર્ય સ્થળ પર તનાવ પણ આ બનવાના માર્ગમાં વિઘ્ન બની રહ્યું છે.
વધુ વજન અને લાંબા સમય સુધી જંક ફૂડ ખાવાથી અંડાશય (ઓવરી) નબળી પડી જાય છે. કેટલીક મહિલાઓમાં એ પણ જોવા મળ્યુ છે કે, આઈવીએમની સારવારમાં જે દવાઓ આપવામાં આવે છે તે અંડાશયને નુકશાન પહોંચાડી રહી છે.
આ તથ્ય કેજીએમયુના મહિલા રોગ હોસ્પીટલ કવીનમેરીની ઓપીડીમાં ફર્ટીલીટી પર કરવામાં આવેલ સર્વેમાં બહાર આવ્યા છે. હોસ્પીટલના વિભાગાધ્યક્ષ ડો.અંજુ અગ્રવાલે જણાવ્યું હતુ કે એક તૃતિયાંશ મહિલાઓનું અંડાશય નબળુ મળે છે. 30 થી 40 વર્ષની મહિલાઓનું અંડાશય 50 થી 55 વર્ષની મહિલાઓની જેમ નબળુ મળ્યુ છે.
- Advertisement -
ઓસ્ટ્રેલીયાની યુનિવર્સીટી ઓફ એડેલેન્ડના સંશોધન અનુસાર સપ્તાહમાં કમ સે કમ ચાર વાર ફાસ્ટ ફૂડ ખાનારી મહિલાઓમાં કયારેક ફાસ્ટ ફૂડ ખાનારી મહિલાઓની તુલનામાં વંધ્યત્વનું જોખમ 16 ટકા વધુ હતું. આ સંશોધન 5598 મહિલાઓ પર કરવામાં આવ્યુ હતું.
સમયથી પહેલા થઈ રહ્યું છે મેનોપોઝ
હાલમાં 30 થી 40 વર્ષની વયમાં જ અનેક મહિલાઓમાં મેનોપોઝની સ્થિતિ જોવા મળી રહી છે. અંડાશયમાં ઈંડા બનતા રોકવાથી આ સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને અંડાશયની કાર્ય પદ્ધતિને અસર થાય છે.
સામાન્ય રીતે કેન્સર કે અન્ય બિમારી થવા પર પ્રી-મેનોપોઝ મળી આવે છે. પણ કોઈ બિમારી વિના મહિલાઓની આ સ્થિતિ મહિલાઓ માટે ચિંતાજનક છે. આવી રીતે કરો બચાવ:સ્થુળતા કાબુમાં રાખો.પૌષ્ટીક અને પોષણવાળી વસ્તુઓ ખાવ. બજારની વસ્તુઓ અને ફાસ્ટ ફૂડ ખાવાથી બચો.યોગ, કસરત વગેરે શારીરીક કસરતની આદતો કેળવો.