ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સીરિઝની બીજી ટેસ્ટ મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાઈ રહી છે. મેચના ચોથા દિવસે ભારતના ઝડપી બોલર મોહમ્મદ સિરાજે મેદાન પર એક શાનદાર કેચ પકડ્યો હતો. સિરાજે હવામાં ડાઇવ કરીને આ કેચ પકડ્યો હતો. જેને જોઈને હાજર બધા લોકો ચોંકી ગયા હતા.
બાંગ્લાદેશની પહેલી ઇનિંગની 56મી ઓવરમાં સિરાજે શાકિબનો કેચ પકડ્યો હતો. અશ્વિનના બોલ પર શાકિબ હવામાં શોટ મારવા માંગતો હતો, પરંતુ તેનો ટાઈમિંગ યોગ્ય ન હતો. મિડ ઑફ પર ઊભેલો સિરાજ પાછળની તરફ વળી બોલ પકડે છે. જોકે તે સારી સ્થિતિમાં ઉભો ન હતો, અને બોલ જમીન તરફ પડવા જઈ રહી હતી. આ સ્થિતિમાં તે પોતાનો હાથ પાછળની તરફ લઇ જાય છે. તેનું અનુમાન એટલું સાચું હતું કે બોલ તેના હાથમાં આવી ગયો હતો. અને સિરાજ જમીન પર પડી ગયો પરંતુ તેણે બોલને પોતાના કંટ્રોલમાં રાખી પકડી રાખ્યો હતો. મોહમ્મદ સિરાજના આ કેચનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
ભારતની પ્લેઈંગ ઈલેવન ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે એલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ