જૂનાગઢ શહેરમાં પોલીસ અધિક્ષક દ્વારા સી-પ્રોજેકટ અંતર્ગત 21 થી 23 સપ્ટેમ્બર સુધી ત્રિ-દિવસીય બિન નિવાસી કેમ્પનું પોલીસ હેડકવાર્ટર ખાતે આયોજન કરાયુ હતુ. જેમાં એસપીસી (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેકટ હેઠળ જુદી-જુદી શાળાના કુલ 162 છાત્રો જોડાયા હતા.
જેમાં જૂનાગઢ એસપી હર્ષદ મહેતાએ બાળકોને કેમ્પ વિશે માહિતગાર કરી વાર્તાલાપ કર્યો હતો. આ કેમ્પમાં વિદ્યાર્થીઓ માટે અલગ-અલગ પ્રવૃતિ સાથે રમત ગમત સહિતનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
- Advertisement -