રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં યોજાયેલા પારિવારિક ગોષ્ઠિમાં નાગરિક પરિવારજનોને સન્માન
બેંકની લોન લઇને લક્ષ્મીજીની કૃપા મેળવી અનેક લોકો ખૂબ જ આગળ વધ્યા છે : મુકેશભાઇ દોશી
આપણે ત્યાં મેઇક ઇન ઇન્ડિયા બાદ લુકિંગ ઇન્ડિયા અને બ્રેકીંગ ઇન્ડિયા સાથે જોડાયેલો વર્ગ પણ જોવા મળે છે : નિલેશજી ગદ્રે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
‘રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા થતાં સામાજિક ઉત્તરદાયિત્વના કાર્યોનું સામાજિક ઓડિટ કરીશું અને એટલું જ નહીં, સમાજના પાંચ શ્રેષ્ઠીઓ પાસે તેનું રેટીંગ પણ કરાવીશું. આના દ્વારા સહકારી જગતમાં આપણે નવો બેન્ચમાર્ક સ્થાપીશું.’ બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ બેંકની 71મી વાર્ષિક સાધારણ સભા બાદ યોજાયેલ પારિવારિક ગોષ્ઠિમાં આ વાત કરી હતી.રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશીએ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ‘આનંદની વાત એ છે કે વર્તમાન અને પૂર્વ પૈકી પાંચ ચેરમેન અત્યારે સ્ટેજ ઉપર બિરાજમાન છે. નાના માણસની મોટી બેંક, રાજકોટ નાગરિક સહકારી બેંકે ફક્ત રાજકોટ જ નહીં સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ કાર્ય કરતાં ગૌરવવંતું સ્થાન મેળવ્યું છે. ભૂતકાળમાં મેં પણ આ બેંકમાં કર્મચારી-કાર્યકર્તા તરીકે ત્રણ વર્ષ કાર્ય ર્ક્યું હતું. ફક્ત સહકારી ક્ષેત્ર જ નહીં સમગ્ર બેંકિંગ ક્ષેત્રમાં આ બેંકની એક વિશ્ર્વસનીયતા છે. સંઘના સંસ્કારોથી ચાલતી આ બેંકના સવા ત્રણ લાખથી વધુ સભાસદો છે. છેલ્લા ચાર વર્ષથી નફામાં પણ 100 કરોડના સીમાડા સર ર્ક્યા છે અને નફો સતત વધતો જાય છે. રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની લોન લઇને લક્ષ્મીજીની કૃપા મેળવી અનેક લોકો ખૂબ જ આગળ વધ્યા છે. આર્થિક યોગદાનની જેમ જ સામાજિક યોગદાન પણ મહત્ત્વપૂર્ણનું રહ્યું છે.’ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ-પશ્ર્ચિમ ક્ષેત્ર, રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય નિલેશજી ગદ્રેએ શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે, ‘દસ હજાર કરોડનો બિઝનેસ ક્રોસ કરનાર બેંકને હાર્દિક અભિનંદન. દરેકને આ બેંક પોતાની લાગે છે, તે આ બેંકનું લોકો સાથેનું લાગણીભર્યું જોડાણ છે. પર્યાવરણની રક્ષા કરતાં, બેંકના 22 ભવનો સૌર ઊર્જા પર ચાલી રહ્યા છે. બેંકનાં 30 ભવનો સ્વમાલિકીનાં છે. આપણા દેશમાં વિવિધ ભાષાઓ, વિવિધ ખોરાક, વિવિધ પહેરવેશ, અર્થાત્ દરેકમાં એકસમાનતા ન હોવા છતાં વિવિધતા જોવા મળે છે. આ બધા વચ્ચે પણ દેશને એક તાંતણે જોડી રાખ્યો છે. કોઇ એક મણિ હોય તેને બાંધવા માટે એક દોરો જોઇએ એ જ રીતે સમાજને પણ બાંધવા માટે કંઇક જોઇએ. તે છે હિન્દુત્વ. આ હિન્દુત્વનો દોરો સહુને એકસાથે જોડી રાખે છે. આપણે ત્યાં મેઇક ઇન ઇન્ડિયા જોવા મળે છે.
- Advertisement -
બીજો એક વર્ગ છે જે ફક્ત બધું જ જોયા કરે છે પણ કશું જ કરતો નથી તે છે લુકીંગ ઇન્ડિયા અને ત્રીજો વર્ગ છે બે્રકીંગ ઇન્ડિયા. આ વર્ગ દરેકને તોડવા માટે સતત સક્રિય રહે છે.’મહાનુભાવો દ્વારા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ-પશ્ર્ચિમ ક્ષેત્ર-રાષ્ટ્રીય કાર્યકારિણીના સદસ્ય નિલેશજી ગદ્રે અને રાજકોટ શહેર ભા.જ.પ. પ્રમુખ મુકેશભાઇ દોશીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા, ખાદીનો રૂમાલ અને પુસ્તક આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે નાગરિક પરિવારજનો પૈકી, ગિરીશભાઇ શાહ (ભાવનગર નાગરિક સહકારી બેંક લિ.માં મેનેજીંગ ડિરેકટર તરીકે નિયુક્તિ), ડો. બળવંતભાઇ જાની (ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી સાહિત્ય ગૌરવ પુરસ્કાર 2023 વિજેતા), અંબાદાનભાઇ રોહડિયા (મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ-2024 વિજેતા), નિકુંજભાઇ ધોળકીયા (ચેરમેન-ધી વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ.), છગનભાઇ ઉસદડીયા (પ્રમુખ-જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ), ધીરેનભાઇ પારેખ (વાઇસ ચેરમેન-ધી વિજય કોમર્શીયલ કો-ઓપરેટીવ બેંક લિ.), ડો. પ્રવીણભાઇ નિમાવત (વાઇસ ચેરમેન-નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-રાજકોટ), પ્રદીપભાઇ જૈન (આમંત્રિત સદસ્ય-ધી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એક્ઝીક્યુટીવ કમિટિ), નરેશભાઇ કેલા (પ્રમુખ-ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ), ચંદ્રકાંતભાઇ સંઘાણી (ગોંડલ સબજેલના સલાહકાર સમિતિ સદસ્ય), ડો. જીતેન્દ્રભાઇ અમલાણી (મોસ્ટ ઇન્સ્પાયરીંગ યુરોલોજીસ્ટ એવોર્ડ વિજેતા)ને મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિશેષ રૂપે સન્માનિત કરાયા હતા. બેંકની વાર્ષિક સાધારણ સભા બાદ યોજાયેલ પારિવારિક ગોષ્ઠીમાં નિલેશજી ગદ્રે (રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ-પશ્ર્ચિમ ક્ષેત્ર-રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય), નયનાબેન પેઢડીયા (મેયર-રાજકોટ મહાનગરપાલિકા), મુકેશભાઇ દોશી (પ્રમુખ-રાજકોટ શહેર ભા.જ.પ.), બેંક પરિવારમાંથી જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), વિનોદભાઇ લાઠીયા (સદસ્ય-બોર્ડ ઓફ મેનેજમેન્ટ), શાખા વિકાસ સમિતિના સદસ્યો, ડેલિગેટ્સ અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આભાર દર્શન શૈલેષભાઇ ઠાકરે અને સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું.