ગુજરાત ટી ટ્રેડર્સ એસો.ની વાર્ષિક સામાન્ય સભા અને બિઝનેસ મીટ પ્રમુખ દિનેશ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ ખાતે એમેરલ્ડ ક્લબમાં ગુજરાત ટી ટ્રેડર્સ એસોસિએશનની 49મી વાર્ષિક સભા અને બિઝનેશ મીટ 22મી સપ્ટેમ્બર 2024ના રોજ પ્રમુખ દિનેશભાઈ કારીયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ચાના વેપારીઓ તથા પેકટર્સ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના સંસદસભ્ય પરસોતમભાઈ રૂપાલા, એમ. બી. ગ્રુપ સીલીગુડીના ડાયરેકટર નરેશ બંસલજી તથા આયુષ બંસલજી અને નેટાના મુખ્ય સલાહકાર બીદીયાનંદજી અને રાજકોટ-68ના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, જીટીટીએના સેક્રેટરી મનીષકુમાર પટેલ, ઉપપ્રમુખ રમણભાઈ પટેલ, રતનલાલ શર્મા, કમલ સેજપાલ અને સુરેશભાઈ સંઘવી વગેરેએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
એમ. બી. ગ્રુપના ડાયરેકટર આયુષ બંસલજીએ તેમની કંપનીનું એક વિઝન ડોક્યુમેન્ટરી વિડીયો રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે અમારી પાસે 20 માર્કાની ચા અમે બનાવીએ છીએ ચાર ચાના બગાન છે અને અનગીનીત ચાની ફેકટરીઓ છે જેના કારણે અમે વર્ષે બે કરોડ કિલો ચાનું ઉત્પાદન કરીએ છીએ. એમ. બી. ગ્રુપનું માર્કેટીંગ સમગ્ર ભારતમાં ફેલાયેલું છે જેમાં ગુજરાતનો ખૂબ મોટો હિસ્સો છે જેનું મને ગૌરવ છે.
આ તકે ઉદયભાઈ કાનગડે જણાવ્યું કે હાલના દિવસોમાં જ્યારે સ્ટાર બક્સ કોફી 400-500 રૂા. એક કપ વેચાતી હોય અને ચા તો પીવાના ઘણા ફાયદા છે તો હું આ બધા વેપારીઓને ધ્યાને મૂકું કે આપ પણ આપની બ્રાન્ડ બનાવી અને રાજકોટ અને સમગ્ર ગુજરાતમાં ચાના રસીકો માટે આવી કંઈક વ્યવસ્થા કરવી જોઈએ.
- Advertisement -
સાંસદ રૂપાલાએ જણાવ્યું હતું કે 2019માં જીટીટીએની એજીએમ રાજકોટ યોજાઈ ત્યારે પણ હું મીટીંગનો સાક્ષી બનેલો ત્યારે હું ભારત સરકારનો કૃષિ મંત્રી હતો. આજે મને આનંદ એ વાતનો છે કે 2019ની મીટીંગમાં મેં એક સૂચન કરેલું કે ઓર્ગેનીક ટી બનાવવી જોઈએ અને અહીંયા આવતા મને જાણવા મળેલ કે 2019થી 2024 એટલે કે પાંચ વર્ષની અંદર મોટી માત્રાની અંદર ઓર્ગેનીક ચાનું ઉત્પાદન થઈ રહ્યું છે તેનો મને આનંદ છે. આ મીટીંગને સફળ બનાવવા માટે જીટીટીએના પૂર્વપ્રમુખ અરવિંદભાઈ બરછાના નેજા હેઠળ એક રાજકોટની ટીમ બનાવવામાં આવી હતી તે સમગ્ર ટીમે ખૂબ જ સારી રીતે કામગીરી કરી હતી જેના કારણે આ એજીએમ સફળ થઈ હતી.



