માણાવદર ધારાસભ્યએ યાર્ડમાં બાંધકામ ભરતી સહિતના મુદ્દે ફરિયાદ કરી હતી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ સહકાર મંત્રી જગદિશ પંચાલને માણાવદરના માર્કેટીંગ યાર્ડ વિશે અનેક આક્ષેપ સાથે ફરિયાદ કરી હતી. આફરિયાદના વળતા જવાબમાં પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પણ જગદીશ પંચાલને ફરિયાદ કરી છે કે, બાંધકામ પ્રક્રિયામાં કોઇ પણ પ્રકારની ગેરરિતી કે, ખોટુ થયુ હોય તો ઉંડાણપૂર્વકની તપાસ કરાવી કડક કાર્યવાહી કરવી તેમજ ભરતી પ્રક્રિયામાં કોઇપણ પ્રકારનો સગાવાદ કરેલ હોય કે ગેરરિતી કરેલ હોય તો તેની પણ તપાસ કરાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ચાવડાએ કિરીટ પટેલને પડકાર ફેક્યો છે ક, તેમના મળતીયાઓ મારફતે આવા ખોટા આક્ષેપો કરી અવળા પાટે ચડાવવાના પ્રયાસોથી હું વિચલીત થવાનો નથી.
- Advertisement -
વર્ષ1998થી 2011 તેમજ વર્ષ 2015થી 2020 સુધી સહકારી મંત્રીને ફરિયાદ કરનાર માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી માર્કેર્ટીગ યાર્ડના ડિરેકટર પદે હતા તો ત્યારે શા માટે તેમણે ફરિયાદ ન કરી ? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે. ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જે અંગેની જવાહર ચાવડાને ટાર્ગેટ કરી ફરિયાદ કરીતે જ અંગેની ફરિયાદ જવાહર ચાવડાએ પણ સહકારી મંત્રીને કરતા રાજકીય પાસા ઉંધા પડ્યા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઇ રહ્યુ છે.