હવે SIT કરશે ‘લાડુ પ્રસાદ’ વિવાદની તપાસ
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે સરકાર આ અંગે કડક કાર્યવાહી કરશે, જેથી લાડુમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો મુદ્દો દેશભરમાં મહત્ત્વનો બન્યો છે. દરમિયાન, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના આદેશ મુજબ, અશુદ્ધિને સુધારવા માટે આજે (સોમવારે) તિરુમાલામાં શાંતિ હોમમ પંચગવ્ય પ્રોક્ષન એટલે કે હોમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંદિરના શુદ્ધિકરણ માટે, આ હોમનું આયોજન શ્રીવરી (શ્રી વેંકટેશ્ર્વર) મંદિરમાં બંગારુ બાવી (ગોલ્ડન વેલ) ની યજ્ઞશાળા (કર્મકાંડ સ્થળ)માં કરવામાં આવી રહ્યું છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સરકારે હવે તેની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (જઈંઝ)ની રચના કરી છે. સરકાર દ્વારા રચવામાં આવેલી જઈંઝ પર ઇન્સ્પેક્ટર જનરલ અથવા તેનાથી ઉપરના રેન્કના અધિકારીઓ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. એસઆઈટી સત્તાના દુરુપયોગ સહિત તમામ કારણોની તપાસ કરશે. તપાસ બાદ રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુનું કહેવું છે કે સરકાર આ અંગે કડક કાર્યવાહી કરશે, જેથી લાડુમાં ભેળસેળ જેવી ઘટનાઓ ફરી ન બને.
- Advertisement -
સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો છે કે નિયમો અનુસાર ઘી સપ્લાયર્સ પાસે ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો કે, જગન મોહન રેડ્ડીએ સત્તા સંભાળ્યા પછી, તે ઘટાડીને એક વર્ષ કરવામાં આવ્યું હતું. સીએમએ એમ પણ કહ્યું કે સપ્લાયર્સ માટે જરૂરી ટર્નઓવર પણ 250 કરોડ રૂપિયાથી ઘટાડીને 150 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે. નાયડુએ પ્રશ્ર્ન કર્યો કે શુદ્ધ ઘી 319 રૂપિયા પ્રતિ કિલોના ભાવે કેવી રીતે ઉપલબ્ધ કરાવી શકાય, જ્યારે પામ તેલ પણ આના કરતા મોંઘુ છે. તેમણે કહ્યું કે એઆર ડેરી ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડે 12 જૂન, 2024થી ઘીનો 3સપ્લાય શરૂ કર્યો છે.
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એનડીએ વિધાનસભ્ય દળની બેઠકમાં ટીડીપી સુપ્રીમોએ દાવો કર્યો હતો કે અગાઉની વાયએસઆરસીપી સરકારે શ્રી વેંકટેશ્ર્વર મંદિરને પણ છોડ્યું ન હતું અને લાડુ બનાવવા માટે ગૌણ સામગ્રી અને પ્રાણીઓની ચરબીનો ઉપયોગ કર્યો હતો. બે દિવસ પછી, 20 સપ્ટેમ્બરના રોજ, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમના કાર્યકારી અધિકારી જે શ્ર્યામલા રાવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે લેબ ટેસ્ટના નમૂનાઓમાં પ્રાણીની ચરબીની હાજરી બહાર આવી છે. બોર્ડ દ્વારા ભેળસેળયુક્ત ઘી સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.



