ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.23
માંગરોળ તાલુકાના રહિજ ગામે આંગણવાડી કેન્દ્ર દ્વારા ભુલકાઓને એકસપાયરી ડેટ વટાવી ચુકેલા ખરાબ બીસ્કીટો અપાતા હોવાની વાલીઓની ફરીયાદો ઉઠવા પામી છે. રહિજ ગામના વાલીઓએ આંગણવાડીના બાળકોને અપાયેલા એકસપાયરી ડેટ પુરી થઇ ગઈ હોય તેવા બીસ્કીટના પેકેટો સાથેના વીડિયો વાઇરલ કરીને આંગણવાડીમાં ચાલતી લાલીયાવાડી ખુલ્લી કરી હતી આ બાબતે રહીજ ગામના ગોવિંદ મેરામભાઈ નંદાણીયાએ જાણવ્યું હતું કે, 2024 સાતમાં મહિના બિસ્કિટના પેકેટો અપાયા છે.અને એ બિસ્કિટના પેકેટો ખોલતા તેમાં જીણી જીણી જીવતો જોવા મળે છે
- Advertisement -
આ બાબતે મંત્રી સહીત સંબંધિત અધિકારીને જાણ કરી છે.તેમજ આ બાબતે આપના મહાવીરસિંહ ચુડાસમાને રજૂઆત કરતા હકીકત જાણી નાના બાળકોના જાહેર આરોગ્ય સામે આંગણવાડી દ્વારા કરાઈ રહેલ ચેડાં સામે લોકોએ જાગૃત બની બહાર આવવા વાલીઓને અપીલ કરી હતી અને તંત્રને આ બાબતે તુરંત પરીણામ લક્ષી કાર્યવાહી કરવા અને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ ઉઠવા પામી છે.