ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર તમામ 33 જિલ્લામાં ઈવીએમ વેર હાઉસ બનાવવા માટેના પ્રોજેક્ટને ફંડ આપી રહી છે આવા ઇન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરનાર ગુજરાત ફકત ત્રીજુ રાજ્ય બન્યું છે ત્યારે હવે રાજકોટના જામનગર રોડ પર આવેલ ઘંટેશ્ર્વર ખાતે ઈવીએમ વેર હાઉસની કામગીરી હવે પૂર્ણતાના આરે છે તેવું એડિશનલ કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું.
- Advertisement -

ઘંટેશ્ર્વર સ્થિત આ ઇવીએમ વેરહાઉસ કુલ 44 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે આ કામગીરી પૂર્ણતાના આરે છે. ઈવીએમ વેર હાઉસ 31 જૂલાઈ અથવા ઓગસ્ટના પહેલાં વીક સુધીમાં તૈયાર થઈ જશે. આ વેર હાઉસ દરેક પ્રકારની ટેકનિકલ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. આ ઈવીએમ વેર હાઉસની કામગીરી 2018માં શરૂ કરવામાં આવી હતી ત્યારે હવે ત્રણ વર્ષ બાદ આ કામગીરી પૂર્ણ થવાના આરે છે.



