ફરીવાર કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાપરમાં આજે સવારે 10 વાગીને 5 મિનિટની આસપાસ તીવ્ર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 3.3ની માપવામાં આવી છે.
છેલ્લા કેટલાય સમયથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં તેમાં પણ ખાસ કરીને કચ્છના જુદા જુદા વિસ્તારોમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવતા રહે છે ત્યારે ફરી એકવાર ગુજરાતની ધરતી ધ્રુજી છે. ફરીવાર કચ્છમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. જેને પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, રાપરમાં આજે સવારે 10 વાગીને 5 મિનિટની આસપાસ તીવ્ર ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલમાં 3.3ની માપવામાં આવી છે. વધુમાં આ ભૂકંપનું કેન્દ્ર રાપરથી 12 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ભૂકંપને પગલે કોઈ નુકસાનીના અહેવાલો નથી મળી રહ્યા.
- Advertisement -
ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. જોકે રાહતની વાત તો એ છે કે, હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. કચ્છની ધરા ફરી એકવાર ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠી છે. સપ્ટેમ્બર મહિનામાં જ 6 ભૂકંપના આંચકા ગુજરાતમાં આવી ચૂક્યા છે. જેમાંથી કચ્છ જિલ્લામાં જ 5 ભૂકંપના આંચકા આવ્યા છે.
છેલ્લા 3 મહિનામાં આવેલ ભૂકંપના આંચકા
10 જુલાઇ – રાત્રિના 10.53 કલાકે કચ્છના ભચાઉમાં 3.0 ની તીવ્રતાનો આંચકો આવ્યો
- Advertisement -
14 જુલાઇ – સવારના 08.18 કલાકે તાલાલામાં 2.8 ની તીવ્રતાનો આંચકો આવ્યો
20 જુલાઇ – સાંજના 07.38 કલાકે કચ્છના દૂધઈમાં 2.6 ની તીવ્રતાનો આંચકો આવ્યો
03 ઓગસ્ટ – મોડી રાત્રેના 12.55 કલાકે કચ્છના ભચાઉમાં 3.4ની તીવ્રતાનો આંચકો આવ્યો
09 ઓગસ્ટ – બપોરના 1.49 કલાકે કચ્છના દૂધઈમાં 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો
1 સપ્ટેમ્બર- સાંજના 5.45 કલાકે કચ્છના રાપરમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો
2 સપ્ટેમ્બર- સાંજના 5.45 કલાકે કચ્છના ભચાઉમાં 3.3 ની તીવ્રતાનો આંચકો આવ્યો
12 સપ્ટેમ્બર- વહેલી સવારે 6.25 કલાકે કચ્છના ભચાઉમાં 2.5ની તીવ્રતાનો આંચકો આવ્યો
17 સપ્ટેમ્બર- વહેલી સવારે 06.59 કલાકે કચ્છના ભચાઉમાં 2.7ની તીવ્રતાનો આંચકો આવ્યો
17 સપ્ટેમ્બર- બપોરના 2.57 કલાકે ડીસામાં 3.4 ની તીવ્રતાનો આંચકો આવ્યો
23 સપ્ટેમ્બર- સવારે 10.05 કલાકે કચ્છના રાપરમાં 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યો