ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં નાની ખોડીયાર ગામે યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા વિકાસ અધિકારી સાથે કલેકટર અનિલ રાણાવશીયા ઉપસ્થિત રહ્યા હતા.કલેક્ટરે સેવાસેતુ અભિયાનની અગત્યતા જણાવતા ઉમેર્યું હતું કે, સેવા સેતુના માધ્યમથી નાગરિકોને ઘરઆંગણે સરકારની મહત્વની 55 જેટલી સેવાઓ ઉપલબ્ધ થઈ છે. જિલ્લામાં સેવા સેતુને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નગરપાલિકા વિસ્તારમાં દરેક નગરપાલિકા દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સેવા સેતુ સાથે જિલ્લામાં આજથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રીના દિશાનિર્દેશ અનુસાર જિલ્લામાં એક પેડ મા કે નામ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે.આ તકે છેવાડાના માણસોની નાની – નાની સમસ્યાઓનું સ્થળ ઉપર નિવારણ થાય તે માટે રાજ્ય સરકારે સેવા સેતુ કાર્યક્રમ રૂપી મહા અભિયાન સમગ્ર રાજ્યમાં આરંભ્યું છે. સેવા સેતુ કાર્યક્રમ એ પારદર્શક વહિવટ અને ભ્રષ્ટાચાર મૂક્ત શાસન વ્યવસ્થાનું ઊત્તમ ઉદાહરણ બન્યા છે.
- Advertisement -
આ કાર્યક્રમ દ્વ્રારા છેવાડા વિસ્તારના ગરીબ લોકોનો હાથ પકડીને સંવેદનશીલતા સાથે તેમના પ્રશ્ર્નો – સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમની સાથે લોકોના આરોગ્ય ચકાસણીનું કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે., મનુષ્યના આરોગ્યની સાથે પશુઓના આરોગ્યની ચિંતા પણ રાજ્ય સરકાર કરી રહી છે.