જેમણે રિયાનું દિલ જલાવી દીધું હતું તે આરોપીઓ સ્કૂટર જલાવી દીધા બાદ આખરે પોલીસના હાથે પકડાઈ ગયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પ્રેમમાં નિષ્ફળતા કેવાં કડવાં પગલાં લેવા પ્રેરિત કરે તેનુ જીવંત ઉદાહરણ શહેરમાં જોવા મળ્યું છે. પોરબંદરના શહેર વિસ્તારમાં એક યુવકે પોતાના પ્રેમમાં નિષ્ફળ રહ્યા બાદ પ્રેમિકાનું સ્કૂટર સળગાવવાનો આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદી રીયા જીતુભાઈ ગોસ્વામી (ઉ.વ.25) રહે.દેવદર્શન એપાર્ટમેન્ટ પાસે એ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ચેતન પરમાર અને તેની સાથે મનાલ દવેએ મળીને તેમની લજ્જાસ્પદ હરકતો કરી હતી. આ બનાવની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચેતન, રિયા સાથેના સંબંધને લઈને હંમેશા દબાણ કરતો હતા. જ્યારે રિયાએ ચેતનની બિનમુલ્યવન્ત માંગણીઓથી દૂર રહેવાનું નક્કી કર્યું, ત્યારે ચેતન અને તેના મિત્ર મનાલે પોતાના ગુસ્સામાં આવી ઘર સળગાવવાની અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું.
આ આરોપીઓએ છરી લઈને રિયાના ઘરે ચડાઈ કરતા રિયાએ તુરંત 100 નંબર પર પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવતા આરોપીઓ ફરાર થઈ ગયા. પરંતુ બાદમાં મોડી રાત્રે ચેતન અને તેનો મિત્ર મનાલ રિયાના ઘરે ઘસી આવી સ્કૂટર સળગાવવાની ઘટના બની અને રિયાએ ફરી 100 નંબર પર કોલ કર્યો. સ્કૂટર જીજે-25-એડી-0115 ને અગ્નિની લપેટમાં જોઈને પાડોશીઓએ પણ સકારાત્મક રીતે મદદ કરી. આ મામલે પોલીસ અને ફાયર બ્રિગેડે તાત્કાલિક કામગીરી કરી અને આગ પર કાબૂ મેળવ્યો. એ પછી બંને આરોપીઓ ચેતન પરમાર અને મનાલ દવે સામે કમલાબાગ પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સા પરથી એકજ વાત સાબિત થાય છે કે પ્રેમમાં નિષ્ફળતા ક્યારેક ખતરનાક કૃત્યો તરફ દોરી શકે, પણ કાયદો ક્યારેય વિલંબ કરતો નથી.