રાજકોટ શહેરનાં પ્રવેશદ્વાર સમા ઈશ્વરીયા પાર્ક ઉદ્યાન પ્રકૃતિ પર્યાવરણ તથા પર્યટનનાં સુભગ સમન્વયનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડી રહયું છે. આ પાર્ક રાજકોટ મહાનગરનાં પ્રબુધ્ધ નગરજનો માટે શહેરનાં વ્યસ્ત જીવનમાંથી થોડો ”બ્રેક લઈને” પ્રકૃતિની સમીપ જવાનો તથા પર્યાવરણની સમજ કેળવવાનું કુદરતી નૈસર્ગિક સ્થળ છે. ઈશ્વરીયા પાર્ક રાજકોટ મહાનગર માટે “Lungs Of The City ” તરીકેની ભુમિકા અદા કરે તે માટે ચોકકસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ઈશ્વરીયા પાર્કને ”અર્બન ઈકોલોજીકલ ફોરેસ્ટ” તરીકે વિકસાવવાનું આયોજનબધ્ધ સમય પત્રક રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. જેના અમલીકરણ માટે D.P.R. તૈયાર કરવા બાબતે રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ એજન્સીના ટેકનીક્લ પ્રેજેન્ટેશન નિહાળી કામગીરી બાબતે સમીક્ષા કરી હતી.

- Advertisement -
નોંધનીય છે કે, કોઈપણ પ્રાકૃતિક ઉદ્યાનને ”અર્બન ઈકોલોજીકલ ફોરેસ્ટ” ના સ્વરૂપમાં ઢાળવા માટે તેના વિષય નિષ્ણાંતોની ટીમની જરૂરીયાત રહેતી હોય છે. આ વૈજ્ઞાનીક તથ્યને લક્ષ્યમાં લઈ રાજકોટ જીલ્લા વહિવટી તંત્ર દ્વારા ઈશ્વરીયા પાર્કને ”અર્બન ઈકોલોજીકલ ફોરેસ્ટ” તરીકે વિકસાવવા શ્રેષ્ઠતમ ડેવલપમેન્ટ એજન્સીની પસંદગી થઈ શકે તે માટે વનસ્પતિશાસ્ત્ર, વનીકરણ, બાગાયત, લેન્ડસ્કેપ, આર્કિટેક્ટ અને સિવિલ ઇજનેરી સહિતની વિવિધ વિદ્યાશાખાના પારંગત તથા અનુભવી તજજ્ઞોની મદદ લેવાનું નકકી કરવામાં આવ્યુ છે. પસંદગી પામેલ આ તજજ્ઞોની ટીમ દ્વારા ઈશ્વરીયા પાર્કને ”અર્બન ઈકોલોજીકલ ફોરેસ્ટ” તરીકે વિકસાવવાની રૂપરેખા ઘડવામાં આવશે તેમજ ૩ વર્ષનો રોડ મેપ તૈયાર કરવામાં આવશે.


