ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે નવ નિયુક્ત પોલિસ ઇન્સ્પેક્ટર ડી.આર.પારગીના અધ્યક્ષ સ્થાને આગામી હિન્દુ – મુસ્લિમના તહેવારોમાં કોમી એખલાસ અને શાંતિ જળવાઈ રહે તે માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં માણાવદર શહેરના હિન્દુ -મુસ્લિમ સમાજના આગેવાનો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો, વેપારી મિત્રો સહિતના આગેવાનો શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં શાંતિ જાળવવા તેમજ સુરક્ષા અંગેના જરૂરી સુચનો કરાયા હતા. તેમજ બંદોબસ્ત સહિતની ચર્ચા કરવામાં આવી હતી.
માણાવદર પોલીસ સ્ટેશન ખાતે PI ડી.આર.પારગીના અધ્યક્ષ સ્થાને આગામી તહેવાર સંદર્ભે શાંતિ સમિતિની બેઠક યોજાઈ
