ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
જૂનાગઢ ખાતે દાતાર ઉર્ષમેળો યોજાનાર છે. તેમજ ઉપલા દાતાર અને નીચલા દાતાર ખાતે ચંદન વિધિ, મહેંદી રસમ જેવા કાર્યક્રમો કરવામાં આવનાર છે. ત્યારે દાતાર ઉર્ષના મેળામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે વિલિંગન ડેમથી ઉપલા દાતારની જગ્યા સુધીનું ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 ની કલમ 163 મુજબ 13,સપ્ટેમ્બર 2024 થી 17,સપ્ટેમ્બર 2024 સુધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે છે.
જે અન્વયે 17/9/2024 સુધી પ્રતિબંધિત વિસ્તારમાં જવા માટે ફરજ પરના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની પરમિટ મેળવીને ઉપર જનાર અને પરમીટની શરતો મુજબ વર્તનારને લાગુ પડશે નહીં. આ અંગેની આપવામાં આવેલ પરમિટમાં જણાવેલ તારીખ અને કલાકો દરમિયાન ઉપલા દાતાર જનાર દર્શનાર્થી દર્શન કરી ઉપલા દાતારથી નીચે ઉતરી આવવાનું રહેશે. અધિકૃત રીતે ફરજ પર રહેલા સરકારી કર્મચારી, અધિકારીશ્રીઓ તથા બંદોબસ્તના ફરજ પરના કર્મચારી અને અધિકારીશ્રીઓને લાગુ પડશે નહી તે હેતુસર આ જાહેરનામું પોલીસ અધિક્ષકની આજ્ઞાનુસાર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
- Advertisement -
મહાપર્વ ઉર્ષ નિમિત્તે અમૂલ્ય આભૂષણોને કોઈ વ્યક્તિએ અડકવું નહિ
જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યામાં આગામી તા.13 સપ્ટેમ્બરના રોજ મહાપર્વ ઉર્સ નિમિત્તે જે દાતાર બાપુના અમૂલ્ય આભૂષણો જે વર્ષમાં એક જ વખત ગુફામાંથી બહાર આવે છે અને લોકો એના દર્શન કરે છે એ પવિત્ર વસ્તુ છે તો એને કોઈ પણ વ્યક્તિએ આભૂષણોને અડકવું નહીં કે ફોટો કે વિડીયોગ્રાફી કરવી નહીં જેની દરેક ભાવિકજનોએ નોંધ લેવા ઉપલા દાતાર જગ્યાના મહંત શ્રીભીમ બાપુ દ્વારા એક જાહેર સૂચના આપવામાં આવી છે.