ગાંધીનગર હાઈટેક રેલ્વે સ્ટેશન સહીત ૧૨૦૦ કરોડના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ આપનાર વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતા રાજકોટના ભાજપ અગ્રણીઓ : ખાચરીયા, ચાવડા, રામાણી, ચાંગેલા
દેશના સૌ પ્રથમ હાઈટેક રેલ્વે સ્ટેશન સાયન્સ સીટી ખાતે એક્વાટીક, રોબોટિક ગેલેરી, વડનગર રેલ્વે સ્ટેશનના અપગ્રેડેશન, ગાંધીનગરથી વારાણસીને જોડતી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન, વરેઠા ઈલેક્ટ્રીફાઈડ બ્રોડગેજ રેલ્વે, સુરેન્દ્રનગરથી પીપાવાવ સુધી ૨૬૬ કિ.મી. લાઈનનું વીજળીકરણ વગેરે આશરે રૂ.૧૨૦૦ કરોડના કાર્યોની ગુજરાતને ભેટ આપવા બદલ રાજકોટ જીલ્લા ભાજપ અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ આવકારી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. આ તકે નવા ભારતની નવી ઓળખમાં આજે વધુ એક કડી જોડાઈ રહી હોવાનું વડાપ્રધાને જણાવ્યું હતું.


- Advertisement -
ગાંધીનગર રેલ્વે સ્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માઈન્ડ સ્ટેટમાં આવેલો બદલાવ જ પુરવાર કરે છે કે ૨૧મી સદીમાં જવું હોય તો ૨૦મી સદી જેવા આયોજન નહિ ચાલે તેમ જણાવી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં પોતે મુખ્યપ્રધાન હતા એ વખતે ગાંધીનગર રેલ્વે સ્ટેશનને હાઈટેક બનાવવા કરેલી જાહેરાત પછી એ કામ કરીને બતાવ્યું છે એટલે મોદીજી જે કહે છે તે કરીને બતાવે છે. ખાસ કરીને ગુજરાતના વિકાસના એન્જીનને બળ આપી રહ્યા છે ત્યારે સમગ્ર ગુજરાતીઓએ આ ગૌરવ લેવા જેવી વાત છે.


