જૂનાગઢ ખાતે શિક્ષક દિનની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
- Advertisement -
જૂનાગઢ ગુજરાત સરકારશ્રીના શિક્ષણ વિભાગ પ્રેરિત જિલ્લા વહિવટી તંત્ર અને શિક્ષાધિકારીની કચેરી, જૂનાગઢ દ્વારા જૂનાગઢ જિલ્લાની પ્રાથમિક-માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોમાંથી વર્ષ 2024 – 25 માટે તાલુકા-જિલ્લા કક્ષાના શિક્ષક તરીકે પસંદગી પામેલા 08 શિક્ષકોને ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ એટલે કે શિક્ષક દિને સ્વામિનારાયણ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂ.15,000 તેમજ રૂ.5000ના ચેક આપી શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લામાંથી 08 શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી કે જેમણે શ્રેષ્ઠ શિક્ષક તરીકે કામગીરી કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ મયુરકુમાર હરસુખભાઈ કવા, ડો.ખુશ્બુબેન ચંદ્રકાંત ગરાળા, બહાદુરસિંહ વનરાજસિંહ વાળાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂ.15,000નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જ્યારે તાલુકા કક્ષાએ વાલીબેન પાંચાભાઇ ચાવડા, સંગીતાબેન દિનેશભાઈ ચૌહાણ, ચંદ્રેશકુમાર પ્રવીણકુમાર જોશી, ઉર્જાબેન લયેશકુમાર હિંડોચા, સરોજબેન હીરાલાલ મકવાણાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, પ્રમાણપત્ર અને રૂ.5,000નો ચેક મહાનુભાવોના હસ્તે આપી સન્માતિ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમ દરમિયાન ધો.5માં જ્ઞાનસેતુ અને ધો.8માં જ્ઞાનસાધના પરીક્ષામાં રાજ્ય પરીક્ષાના મેરીટમાં આવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ, જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવાન, આસિસ્ટન્ટ કલેકટર એશ્વર્યા દુબે, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રીમતિ સાકરબેન દિવરાણીયા સહિતના મહાનુભાવો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.