૧.૭૭ લાખ માનવદિન સાથે ૪ કરોડના ખર્ચે જળસંચય સહિતના વિકાસલક્ષી કામો થયા
‘‘મનરેગા’’ યોજના તળે લાખો પરિવારોં અને શ્રમિકોને રોજગારી મળી રહે છે. રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓમાં કાર્યરત ‘‘મનરેગા’’ યોજના હેઠળ વિવિધ કામોમાં ૫,૨૫૨ શ્રમિક પરિવારો જોડાયેલા છે. તા. ૧૪ જુલાઈ સુધીમાં ૧.૭૭ લાખ માનવ દિન રોજગારી પુરી પડાઈ છે. જેમાં મજૂરી તેમજ મટીરીયલ અર્થે રૂ. ૩૯૯.૪૦ લાખના ખર્ચે કામો પૂર્ણ થયા છે.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક જે.કે. પટેલના જણાવ્યા મુજબ ‘‘મનરેગા’’ યોજના અને ‘‘સુજલામ સુફલામ’’ યોજના હેઠળ તળાવો ઊંડા ઉતારવાની કામગીરી થકી ગ્રામ્ય વિસ્તારોમા જળ સંરક્ષણમાં સતત વધારો થઈ રહ્યો છે.