રાજકોટ, ગાંધીધામ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગરમાં ગુના આચર્યાની કબૂલાત
ભક્તિનગર પોલીસે 33 એટીએમ કાર્ડ અને બે ચાવી કબજે કર્યા હતા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં એટીએમમાંથી પૈસા ઉપાડી ચાવીથી એટીએમનું મોનિટર ખોલી તેની સ્વિચ બંધ કરી દઇ એરર ઊભી કરી નાણાં મળ્યા હોવા છતાં પૈસા નહીં મળ્યાની બેંકમાં ફરિયાદ કરી રિવર્સ નાણાં મેળવી છેતરપિંડી આચરનાર હરિયાણાના શખ્સને ભક્તિનગર પોલીસે ઝડપી લઈ પરપ્રાંતીય શખ્સે અનેક બેંક સાથે આ રીતે 20 લાખની છેતરપિંડી આચર્યાની કબૂલાત આપતા પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવી 33 એટીએમ કાર્ડ કબજે કર્યા છે તેણે રાજકોટ ઉપરાંત ગાંધીધામ, સુરેન્દ્રનગર, કચ્છ, જામનગરમાં પણ આ પ્રકારે ઠગાઇ કરી હોવાની કબૂલાત આપી હતી.
નાગરિક બેંક ચોક પાસે આવેલા કેનેરા બેંકના એટીએમ સેન્ટરમાં ઘૂસી એટીએમમાંથી નાણાં ઉપાડી કોઇ શખ્સે એટીએમનું મોનિટર ખોલી નાખ્યું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતની ટીમે હરિયાણાના કંસાલી ગામના અનિશ સફી મોહમદ મવને ઝડપી લીધો હતો. પોલીસે અનિશ મવ પાસેથી અલગ અલગ બેંકના 33 એટીએમ કાર્ડ, મોનિટર ખોલવાની બે ચાવી અને એક મોબાઇલ જપ્ત કર્યો હતો આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે, પોતાના સાગરિત સાથે એટીએમમાંથી નાણાં ઉપાડવા માટેની પ્રોસેસ કરતા હતા. ત્યારબાદ ચાવીથી એટીએમનું મોનિટર ખોલી નાખતા હતા અને તેમાં સ્વિચ બંધ કરી દેતા હતા. જે રકમ સિલેક્ટ કરી હોય તે રકમ મળી જતી હતી, પરંતુ એટીએમમાં એરર ઊભી કરવાને કારણે એટીએમનો વ્યવહાર રદ (ડીક્લાઇન) થયાનો મેસેજ મળતો હતો જેના આધારે ગઠિયો જેતે બેંકમાં ફોન કરતો હતો અને બેંક તે મેસેજને આધારે જેતે રકમ રિવર્સ જમા કરતી હતી. પોલીસે અનિશના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી તેના સાગરિતને પકડવા તપાસ હાથ
ધરી હતી.