લોકમેળામાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.20
રાજકોટમાં આગામી તારીખ 24થી 28મી ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. હવે લોક મેળાને પ્રારંભ થવાના માત્ર 4 જ દિવસ બાકી છે, ત્યારે મેળો જ્યાં યોજવાનો છે, તે રેસકોર્સ મેદાનમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.
TRP ગેમ ઝોન અગ્નિકાંડની ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે સ્ટોલ્સ અને પ્લોટની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે ગત વખતે 340 સ્ટોલ પ્લોટ હતા, જેના સ્થાને આ વખતે 235 કરી નાખવામાં આવ્યા છે. આ સાથે જ કલેક્ટર તંત્ર દ્વારા લોકમેળાનો વીમો 5.50 કરોડથી વધારીને 10 કરોડ કરી નાખવામાં આવ્યો છે. દરેક સ્ટોલ્સ ઉપર અગ્નિશામક યંત્રો અને સીસીટીવી ફરજીયાત બનાવવામાં આવ્યા છે. ભીડને નિયંત્રણ રાખવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવનાર છે
રાજકોટમાં જન્માષ્ટમીમાં યોજાતો લોકમેળો સૌરાષ્ટ્ર ભરમાં પ્રખ્યાત છે, ત્યારે દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવા માટે રાજકોટની જનતાને જોડવામાં આવે છે, જેમાં તમામ શહેરીજનો પોતાને મનપસંદ નામ મોકલે છે અને તેમાંથી કલેક્ટર દ્વારા બેસ્ટ નામનું સિલેક્શન કરવામાં આવે છે, ત્યારે વર્ષ 2024ના આગામી તારીખ 24 થી 28મી ઓગસ્ટ દરમિયાન યોજાનારા લોકમેળાને ધરોહર નામ આપવાનું કલેકટર પ્રભવ જોષી દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. શ્રેષ્ઠ નામ આપતાં વિજેતાને રૂ. 5,000નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામા આવશે. ઝછઙ ગેમ ઝોન અગ્નિકાંડને પગલે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ વખતે કડક નિયમો સાથેની ઓછી રાઈડ્સ અને સ્ટોલ્સ રાખવામાં આવેલા છે.
- Advertisement -
રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં સાતમ આઠમના તહેવારોમાં યોજાનારા લોકમેળામાં દર વર્ષે પાંચ દિવસમાં 15 લાખથી વધુ લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડતા હોય છે ત્યારે તેને લઈને લોકોમાં ખૂબ જ ઉત્સાહ હોય છે. જોકે આ વખતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ગંભીર દુર્ઘટના સર્જાતા તેમાં બાળકો સહિત 27 જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા અને તે ઘટનાએ દેશભરમાં ચકચાર મચાવી હતી. જોકે, આ ઘટના બાદ રાજકોટમાં આગામી જન્માષ્ટમીમાં યોજાનારો લોકમેળો કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે યોજાવવાનો છે, ત્યારે આ વખતના લોકમેળાને ધરોહર નામ આપવામાં આવ્યું છે. રેસકોર્સ મેદાનમાં યોજાનારા લોકમેળામાં પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલિંગ કરવામાં આવશે, તો આ સાથે જ દરેક સ્ટોલ ઉપર સીસીટીવી અને અગ્નિશામક યંત્રો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. તો ભીડને કંટ્રોલ કરવા માટે ડ્રોનથી મોનિટરિંગ કરવામાં આવશે. ગત વર્ષે લોકમેળામાં 371 જેટલા સ્ટોલ હતા. જેમાંથી આ વખતે 70 સ્ટોલનો ઘટાડો કરી 235 કરી નાખવામાં આવ્યા છે. આ વખતે ટિકીટના દર નાની રાઇડ્સના રૂ. 30 તો મોટી રાઇડ્સના રૂ. 40 યથાવત રાખવામાં આવ્યા છે. વહિવટી તંત્ર દ્વારા ખાનગી મેળાના આયોજકોને આમંત્રિત કરવામાં આવતા આજે એક ખાનગી મેળા સંચાલકે રૂ. 1.27 કરોડમાં એક સાથે 31 પ્લોટ એટ્લે કે રાઇડ્સ ખરીદવા બોલી લગાવી હતી. જેથી તમામ મોટી રાઇડ્સ એક વ્યક્તિને આપવામાં આવેલી છે.
લોકમેળા માટે આ સાથે જ એન્ટ્રી અને એક્ઝિટ ગેટ વધારવામાં આવ્યા છે. ગત વખતે ચાર એન્ટ્રી-એક્ઝિટ ગેટ હતા, તેના સ્થાને આ વખતે 5 એન્ટ્રી અને એક્ઝિટ ગેટ રાખવામાં આવ્યા છે. તો 2 ઈમરજન્સી એક્ઝિટ પણ રાખવામાં આવી છે. ઈન્કમટેક્સ કચેરી, બહુમાળી ભવન સામેથી, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ પાસે સહિતના 8 સ્થળો પર એન્ટ્રી ગેઈટ રાખવામાં આવનાર છે. આ એન્ટ્રી ગેઇટ પહોળા રાખવામાં આવશે. મહિલા પોલીસ સ્ટેશન સામેનો ગેઇટ આ વખતે ખોલવામાં આવશે. ફનવર્લ્ડની બાજુમાં ઇમરજન્સી એક્ઝિટ તો બાજુમાં આવેલા ગેટ પરથી એન્ટ્રી-એક્ઝિટ ગેટ છે. બાદમાં પોલીસ હેડ કવાર્ટર પાસે, મહિલા પોલીસ મથકની સામે, એરપોર્ટ રોડ સામેનો અને કિશાનપરા ચોક પાસેના ગેટ પરથી એન્ટ્રી-એક્ઝિટ રાખવામાં આવી છે.
રાજકોટના ટીઆરપી ગેમઝોનના અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં આવેલા 97 યાત્રાધામ અને ધાર્મિક સ્થળોમાં રૂ. 20 કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે પીજીવીસીએલ દ્વારા એક્શન પ્લાન અમલી બનાવવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે રાજકોટમાં તાજેતરમાં થયેલી ઝછઙ ગેમ ઝોનની દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે વીજ કંપની પીજીવીસીએલ દ્વારા ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યા મેળાનું આયોજન થાય છે, તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
ગ્રાઉન્ડમાં વીજ કંપનીએ 21 ટ્રાન્સફોર્મરો નાખી દીધા
- Advertisement -
TRP ગેમ ઝોન અગ્નિ કાંડ દુર્ઘટના બાદ એલર્ટ સ્વરૂપે આ લોકમેળામાં આ વખતે સૌ પ્રથમવાર પીજીવીસીએલ (વીજકંપની) દ્વારા અન્ડરગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવનાર છે. આ માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વીજ કંપની દ્વારા 21 જેટલા ટ્રાન્સફોર્મરો પણ નાખી દેવામાં આવ્યા છે. વીજ કંપની દ્વારા નખાનારા અંડરગ્રાઉન્ડ કેબલમાંથી યાંત્રિક અને સ્ટોલના વેપારીઓને વીજ કનેકશન આપવામાં આવશે. 200 મીટરના વિસ્તારમાં ઙૠટઈક દ્વારા કેબલ પાથરવામાં આવ્યા છે. આ ઉપરાંત ક્રાઉડ કંટ્રોલની સાથે ચછ કોડ રાખવામાં આવશે. જે સ્કેન કરતા એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ કયા છે તે ખ્યાલ આવી જશે.