આહીર સમાજના ૩૯,૦૦૦ જેટલા વિશાળ સભ્યો ધરાવતું આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની તા. 13 જુલાઈ 2021ના રોજ પહેલી વર્ષ ગાંઠ નિમિતે રાજકોટ ખાતે વિવિધ વિસ્તારમાં દરેક જ્ઞાતિના જરૂરિયાત વાળા લોકોને દવાના ખર્ચમાં રાહત મળે તે માટે વ્યક્તિ દીઠ રૂ. 500 ના મેડિસિન ડિસ્કાઉન્ટ કુપન સુપ્રત કરવાનો સેવા પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો.
શહેરના ચાર વિસ્તારોના લગભગ 121 લોકોને આ મેડિસિન ડિસ્કાઉન્ટ કુપન સુપ્રત કરવામાં આવ્યા. આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ભગવાન કૃષ્ણએ વારસામાં આપેલી “વસુધૈવ કુટુંબકમ”ની ભાવના સાથે સમાજના દરેક વ્યક્તિને સાથે લઈ ને ચાલવાના વિચાર રૂપે આ રીતે વિવિધ સેવા પ્રોજેક્ટ્સ ભવિષ્યમાં પણ યોજવાની નેમ ધરાવે છે.
- Advertisement -

આ પ્રસંગે રાજકોટ શહેરના મેયર ડો. પ્રદીપભાઈ ડવ, પ્રદેશ કમિટીમાંથી આ ગ્રુપના સ્થાપક પી.આઈ.રામ સાહેબ, મથુરભાઈ બલદાણીયા, સંજયભાઈ છૈયા, નીતિનભાઈ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા. અન્ય મહાનુભવોમાં કોર્પોરેટર્સ હરિભાઈ ડાંગર, નરેન્દ્રભાઇ ડવ, હિરેનભાઈ ખીમાણિયા, મતી ભાનુબેન બાબરીયા, ડો. અલ્પેશભાઈ મોરઝરીયા, ઘનશ્યામભાઈ કુગસીયા, કાળુભાઇ કુગસિયા , સામાજિક આગેવાનો વિજયભાઈ ડોબરીયા (સદ્ ભાવના વૃદ્ધાશ્રમ),
લલીતભાઈ વાડોલીયા , સુરેશભાઈ ગરૈયા, પ્રભાતભાઈ ડાંગર, અજિતભાઈ લોખીલ, સવજીભાઈ મૈયડ, ભરતભાઇ સવસેટા, નંદાભાઈ ડાંગર, મેહુલભાઈ બોરીચા, વિભાભાઈ મિયાત્રા, રતિભાઈ ખૂંગલા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ – રાજકોટ દ્વારા આ સેવા યજ્ઞને સફળ બનાવવામાં ગુજરાતના માર્ગદર્શક ઘનશ્યામભાઈ હેરભા, રાજકોટ શહેરના કન્વીનર વિરાભાઈ હૂંબલ, રાજકોટના ગ્રુપના માર્ગદર્શક પરિમલભાઈ પરડવા, રાજકોટ શહેર પ્રભારી કિરીટભાઈ મૈયડ , ઝોન કન્વીનર્સ મહેશભાઈ કારેથા, દિલીપભાઈ બોરીચા, ભાનુભાઈ મિયાત્રા, ચૈતન્યભાઈ સિંહાર તથા ઝોન સહ-કન્વીનર્સ અજયભાઈ લોખીલ, વિપુલભાઈ ડવ, શૈલેષભાઇ ડાંગર , શૈલેષભાઇ ખાંભરા, જનકભાઈ ડાંગર, લાલભાઈ હૂંબલ, કરશનભાઇ નંદાણીયા, સુભાષભાઈ ડાંગર, વિમલભાઈ ડાંગર, પ્રવીણભાઈ સેગલીયા, કમલેશભાઈ કોઠીવાળ, હરેશભાઇ વિરડા, કરશનભાઇ મેતા, હીરાભાઈ ડાંગર, પ્રણવભાઈ પંચોલી, ધવલભાઈ મેતા, ડો. વિરલભાઈ બલદાણીયા, ડો. જીતેન્દ્રભાઈ ગાધે, પ્રભાતભાઈ જળુ તેમજ ગ્રુપના બધા જ સભ્યો તથા હિતેશભાઈ મારુ, રાણાભાઈ ગોજીયા અને ઝાલાસાહેબની જહેમતથી સફળ થયો હતો. આ નિમિતે આહીર સમાજના તમામ ભાઈઓ તથા બહેનોને અને આ ગ્રુપમાં જોડાઈને સમાજ સાથે સામાજિક, વ્યવહારિક, વ્યવસાયિક, હકારાત્મક રીતે જોડાવા આહવાહન કરવામાં આવે છે.



