પ્રથમ, દ્વિતિય અને તૃતિય ક્રમાંકે આવેલા તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા અભ્યાસ કરતા બાળકોને ભણતરની સાથે અન્ય બાહ્ય જ્ઞાન અને દરેક ક્ષેત્રમાં આગળ વધે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે. તેવામાં મૂળી ખાતે તાલુકા કક્ષાના યુવા મહોત્સવ 2024નું સરા ગામે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂકી પંથકની શાળાઓના વિદ્યાર્થીનીઓ દ્વારા આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં વિધાર્થિનીઓ દ્વારા જુદા જુદા થીમ પર પોતાનું નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા
ખાસ કરીને વિદ્યાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા લોકનૃત્ય સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં લોકગીતમાં શુક્લ પલકબેન, એક પત્રિય અભિનયમાં ગોયલ કોમલબેન, કુચિપૂડી નૃત્યમાં વેષ્ણવ હિતાંશિબેન, હાર્મોનિયમ વાદનમાં લાંઘરોજા ક્રિશ, ચિત્ર સ્પર્ધામાં ભવાનીસિંહ ચૌહાણ સહિત લોકનૃત્યમાં એમ.ડી.એમ ક્ધયા વિદ્યાલય મૂળી ખાતે અભ્યાસ કરતા ધોરણ 11 તથા 12ના વિદ્યાર્થીનીઓ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંક હશિલ કરતા તમામને પ્રોત્સાહિત કરાયા હતા.