હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોષીનો હાસ્ય દરબાર યોજાશે
શ્રી રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબ રાજકોટ દ્વારા છેલ્લા દસ વર્ષથી રક્ષાબંધનના દિવસે સ્નેહમિલન સહિતના કાર્યક્રમોનું ભવ્ય રીતે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પવિત્ર પર્વે તા. 19-8 ને સોમવારના કવિ અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સ્કૂલની બાજુમાં, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે સમસ્ત રાજગોર બ્રાહ્મણ પરિવારો માટે રમતગમત ક્ષેત્રના રમતવીરોનું સન્માન સાથે જ્ઞાતિ અગ્રણીઓનું સન્માન તથા સ્નેહમિલન જેવા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં હાસ્ય કલાકાર પ્રફુલભાઈ જોષીના હાસ્યોના દરબારનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જ્ઞાતિ અગ્રણીઓ, રાજકીય આગેવાનો તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેવાના છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સર્વે જ્ઞાતિજનો તેમજ મહેમાનો માટે ભોજનપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ બપોરે 4-00થી 7-00 વાગ્યા સુધી યોજાશે. સંસ્થાની ટીમનો ઉત્સાહ વધારવા તેમજ જ્ઞાતિરત્નોને સન્માન બક્ષવા માટે રાજગોર બ્રાહ્મણ યુથ ક્લબના તમામ સભ્યો દ્વારા તમામ જ્ઞાતિજનોને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.આ કાર્યક્રમ સફળ બનાવવા ચેરમેન બંકીમ મહેતા, પ્રમુખ અજય જોષી સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આજરોજ લલિતભાઈ ધાંધીયા, જસ્મીનભાઈ માઢક, રાજુભાઈ વીકમા, ચંદ્રેશભાઈ મહેતા, મેહુલભાઈ ચાવડાગોર, શશીકાંત જોષી, રાજેશભાઈ મહેતા, દીપકભાઈ બામટા, મહેન્દ્રભાઈ જોષી, નૈમિષભાઈ શીલુ, અભિષેકભાઈ ધાંધિયા, અશ્ર્વિનભાઈ જોષી, ઘનશ્યામભાઈ ભરાડ, કપિલભાઈ મહેતા, અમિતભાઈ માઢક, હાર્દિકભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા આવ્યા હતા.
- Advertisement -