જુગાર રમતી 22 મહિલા સહિત 52 જુગારીઓ પાસેથી 1.33 લાખની મતા જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ પોલીસે જુગારીઓ ઉપર રીતસરની ધોંસ બોલાવી હોય તેમ જુદા જુદા આંઠ દરોડા પાડી 22 મહિલા સહિત 52 પતાપ્રેમીઓને દબોચી લઈ 1,33,400નો મુદામાલ કબજે કર્યો છે.
- Advertisement -
ગાંધીગ્રામ પોલીસે કૈલાસ પાર્કમાં દરોડો પાડી જુગાર રમતા વિમળાબેન કાળુંગીરી ગોસ્વામી, વિલાસબેન મહેશગીરી ગોસ્વામી, જરીનાબેન સોહિલભાઈ શેખ, કલ્પેશભાઈ સુરેશભાઇ ડબગર, દિલશેરખાન મલ્લૂખાન મલિકની ધરપકડ કરી 21,500 કબજે કર્યા છે માલવીયાનગર પોલીસે માયાણીનગરમાં દરોડો પાડી જુગાર રમતા હંસાબેન કિરીટભાઈ લાડવા, લલિતબેન ભરતભાઇ ભલસોડ, હંસાબેન નીતિનભઇ કંસારા, રશમિતાબેન પ્રવીણભાઈ ગોહેલ, રિનાબેન દિપકભાઈ રાવત, શોભનાબેન નરેન્દ્રભાઈ જેઠવા, ચંદ્રિકાબેન કુરજીભાઈ ધોકિયા, લતાબેન હસમુખભાઇ રાઠોડ, જ્યોતિબેન દિનેશભાઈ કંસારા, શાન્તાબેન ડાયાભાઈ ભરડવા અને ચંપાબેન અશોકભાઈ ધોકીયાની ધરપકડ કરી 10,450 કબજે કર્યા છે તેમજ બીજો દરોડો સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પાડી જુગાર રમતા મનીષગીરી પ્રવીણગીરી ગોસાઇ, વિપુલ ભીખુભાઈ ગોસ્વામી, નીકુલ અશ્વિનગીરી ગોસાઇ, ભાવેશ વશરામભાઈ ચૌહાણ, ચેતન દિલીપભાઇ ચૌહાણ, પ્રકાશ રમેશભાઈ લખલાણી અને ગૌતમ જગદીશભાઇ થાનકીની ધરપકડ કરી 13,350 કબજે કર્યા છે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ચાર માળીયા ક્વાટરના ગ્રાઉન્ડ ફ્લોરમાં સીડી પાસે દરોડો પાડી જુગાર રમતા બહાદુર અનિલભાઈ વઢવાણિયા, મહેશ હીરાભાઈ પરમાર, ચંદન હીરાભાઈ પરમાર અને રાહુલ વાલજીભાઇ સોલંકીને દબોચી લઈ 12,120 કબજે કર્યા છે.
પ્રનગર પોલીસે મોટી ટાંકી ચોક પ્રતિભા કોમ્પલેક્ષના પાર્કિંગમાં દરોડો પાડી જુગાર રમત ઉપેન્દ્રસિહ અર્જુનસિહ ઝાલા, રવિરાજસિહ ભૂપતસિહ પરમાર, સોહિલ ગુલાબભાઈ અબડા, હાજી સુલતાનભાઈ જુણેજા, મયુરસિહ ભરતસિહ ઝાલા, સોહમ જયેશભાઈ દેસાઇ અને ભરત લક્ષ્મણભાઇ આહીરની ધરપકડ કરી 10,700 કબજે કર્યા છે બી ડિવિઝન પોલીસે કુવાડવા રોડ સિટી સિલેનિયમ એપાર્ટમેન્ટના 302 નંબરના ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા સંગીતાબેન વલ્લભભાઈ કુંજરીયા, સુરેખાબેન સુરેશભાઇ રાઉત, રંજનબેન નીતિનભઇ ટૂંડીયા, વિપુલ મોહનભાઇ લાખાણી, રંજનબેન માવજીભાઈ અજાણી, બ્રિજેશ દિનેશભાઈ બુટાણી, ગીતાબેન દિપકભાઈ લાઠીયા, ભલા રૂડાભાઈ ઝાપડા અને ઉષાબેન ચંદ્રેશભાઈ જોગીની ધરપકડ કરી 34,250 કબજે કર્યા છે તેમજ માલવિયાનગર પોલીસે માયાણીનગરમાં દરોડો પાડી જુગાર રમતા દિનેશ કિશોરભાઇ ગોસ્વામી, શક્તિસિહ નવુભા ઝાલા, પરબતસિહ હુકમસિહ રાજપૂત, મનોહરસિહ વસંતસિહ રાજપૂત અને સુરેશગીરી રામગીરી મેઘનાથીની ધરપકડ કરી 11,300 કબજે કર્યા છે જ્યારે થોરાળા પોલીસે આજી વસાહત ખોડિયારનગરમાં દરોડો પાડી જુગાર રમતા કિશન ઉર્ફે દસ્તો બુદ્ધાભાઈ નંદાસીયા, અનિષ ઉર્ફે પમમો હબીબભાઈ બુકેરા, જુબેર ઉર્ફે ઢમુ ઈબ્રાહીમભાઈ બુકેરા અને રાજેશ ઉર્ફે રજૂ સત્યનારાયણ ગોડની ધરપકડ કરી 19,730 કબજે કર્યા છે કિશન ઉર્ફે દસ્તાને બે વર્ષ માટે રાજકોટ જિલ્લામાં પ્રવેશબંધી અંગે હદપારનો હુકમ કર્યો હોય છતાં મળી આવતા તેની સામે હદપાર ભંગ અંગે અલગથી ગુનો નોંધવામાં આવ્યો હતો.