પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા મોદી સરકાર દ્વારા એક સીમાચિહ્નરૂપ પહેલ: પ્રવિણાબેન રંગાણી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીએ યાદીમાં જણાવ્યું હતું કે મૂળભૂત લોકશાહીને સશક્ત બનાવવા અને પંચાયત પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કરવા માટે એક સીમાચિહ્નરૂપ પહેલમાં ભારત સરકારે 15મી ઓગસ્ટના રોજ દિલ્હીના લાલ કિલ્લામાં 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે તેમજ પંચાયતી રાજ સંસ્થાઓમાં મહિલાઓના નેતૃત્વ સેમિનારમાં પંચાયત રાજ સંસ્થાઓના આશરે 400 ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય પંચાયતી રાજ અને મત્સ્યદ્યોગ મંત્રી, પશુપાલન ડેરી અને મંત્રી રાજીવ રંજનસિંહ ઉર્ફે લલનસિંહ તથા પંચાયતી રાજ અને મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી પ્રો. એસ. પી. સિંહ બધેલ, નવજ્યોત ઈન્ડિયા ફાઉન્ડેશનના સ્થાપક કિરણ બેદીજી દ્વારા તેમજ પંચાયતી રાજ મંત્રાલયના સેક્રેટરી વિવેક ભારદ્વાજ, પંચાયતી રાજ મંત્રાલયના વિશેષ સચિવ ડો. ચંદ્રશેખર કુમાર અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ડો. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટર, જનપથ, નવી દિલ્હી ખાતે ઉપસ્થિત પ્રતિનિધિઓનું માર્ગદર્શન અને સન્માન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસ 2024 માટે વિશેષ અતિથિઓ તરીકે રાષ્ટ્રીય રાજધાનીની મુલાકાત લેનારા ઈડબલ્યુઆર, ઈઆર માટે આ વિસ્તૃત કાર્યક્રમ ઘટનાસભર, હેતુપૂર્ણ અને બહુમુખી બનાવવા માટે બનાવવામાં આવ્યો હતો.
- Advertisement -
આ પહેલ ગ્રામીણ ભારતમાં- ગ્રામીણ ભારતમાં તૃણમુલ શાસન, મહિલા નેતૃત્વ અને મહિલાઓની આગેવાની હેઠળના વિકાસને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પંચાયત રાજ સંસ્થાઓને રાષ્ટ્રીય ઉજવણીમાં સામેલ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ભારત સરકાર દેશની વિકાસ યાત્રામાં સ્થાનિક વહીવટી સંસ્થાઓની વચ્ચે નેતૃત્વ અને જવાબદારીની ભાવનાને પ્રોત્સાહન આપી રહી છે. આ પ્રસંગે ગુજરાત તરફથી 7 પંચાયત પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત તરફથી રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખે પંચાયતી રાજ સંસ્થામાં મહિલાઓના રોલ અંગે અભિપ્રાય રજૂ કરવાનો અવસર મળ્યો, જે રાજકોટ માટે ગૌરવ સમાન છે જે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો.



