જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ આજે રાજકોટના અગત્યના પર્યટન સ્થળ એવા ઈશ્વરીયા હિલ ગાર્ડનની મુલાકાત લીધી હતી. પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવી અને ઈશ્વરીયા પાર્કના મેનેજરશ્રી પ્રદ્યુમનસિંહ વાળાએ કલેકટરને ઈશ્વરીયા ગાર્ડનના વિવિધ સ્થળોની મુલાકાત કરાવી હતી. કલેકટરશ્રીએ વોચટાવર, ગોલ્ફ ક્લબ, જુરાસિક પાર્ક, માઉન્ટેન એરીયા, ફૂડ કોર્ટ વગેરે વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. અને આ સ્થળને વધુ સુવિધાયુક્ત બનાવવા તથા તેનો વિકાસ કરવા માટે અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી. 77 એકરમાં ફેલાયેલા ઈશ્વરીયા પાર્કમાં કેકટસ ગાર્ડન, બટરફ્લાય પાર્ક, સોલર સિસ્ટમ, ગ્રામ હાટ, હોર્ટીકલ્ચર વગેરે સુવિધાઓ ઉભી કરવા માટેની તકો વિશે તેમણે વિશદ વિચારણા કરી હતી અને આવનારા સમયના પરિપ્રેક્ષ્યમાં આ પ્રવાસનધામને વધુ લોકાભિમુખ બનાવવા યોગ્ય પગલાં લેવા પર ભાર મૂક્યો હતો.
પર્યટન સ્થળ ઈશ્ર્વરીયા પાર્કને વિકસાવવા તથા વધુ સુવિધાયુક્ત બનાવવા કલેકટરની વિચારણા
You Might Also Like
Follow US
Find US on Social Medias


