ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ટંકારાના તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલ પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો. જેને રોકીને એલસીબીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને મેગ્ઝન મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે હથિયાર કબજે કર્યું હતું અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
- Advertisement -
મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં પેટ્રોલિં દરમિયાન ત્યારે ટંકારા તાલુકાના ખીજડીયા ચોકડીથી અમરાપર ગામ તરફ જવાના રસ્તા ઉપર સિવિલ હોસ્પિટલની પાસેથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. ત્યારે તે શખ્સ પાસેથી દેશી બનાવટની મેગેઝીન વાળી એક પિસ્તોલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 10,500 ની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સબીરભાઈ રફિકભાઈ મીર (19) રહે. જંગલેશ્વર વિસ્તાર હુસેની ચોક પાસે કનૈયા ચોક શેરી નં-9 રાજકોટ વાળાની ધરપકડ કરી હતી. અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.