ખાસ-ખબર ન્યૂઝ માણાવદર, તા.14
માણાવદર વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અન્વયે લોકોમાં રાષ્ટ્રભાવના ઉજાગર થાય અને તિરંગા સાથેની આત્મીયતા વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી માણાવદર માણાવદર તાલુકા વહીવટી તંત્ર દ્વારા હર ઘર તિરંગા યાત્રા દ્વારા યોજાઈ હતી. હર ઘર તિરંગા અભિયાન અન્વયે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તિરંગા યાત્રામાં સ્થાનિકોએ અનેરો જુસ્સો બતાવ્યો હતો.આ તિરંગાયાત્રામાં લાયન્સ સ્કૂલના 1500 થી વધુ વિદ્યાર્થીઓ સહિત લોકો જોડાઈ ગર્વભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. આ તિરંગાયાત્રા 1 કિલોમીટર જેટલી લાંબી હતી.
- Advertisement -
આ તકે માણાવદર મામલતદાર કે.જે. મારૂ ,માણાવદર પોલીસ ઇન્સ્પેક્ટર ચેતક બારોટ, ચીફ ઓફિસર એમ. આર. ખીચડિયા, લાયન્સ સ્કૂલના આચાર્ય દેવેન્દ્રસિંહ ચુડાસમા, પાણી પુરવઠા બોર્ડ નાયબ ઇજનેર અશ્વીન પંજરી, હોમગાર્ડ કમાન્ડર જે. વાય. બેલીમ, પોલીસ સ્ટાફ, હોમગાર્ડસ જવાનો જી.આ.ડી. જવાનો ઉપસ્થિત રહ્યા હતા.