યાજ્ઞિક રોડ, ભીલવાસના કોર્નર પર આવેલો બિલકુલ ગેરકાયદે શૉ-રૂમ ખોલી આપીને ઘુંટણિયે થયા છખઈ કમિશનર દેસાઈ
વૈષ્ણવને કઈ શરતોએ સીલ ખોલી અપાયાં એ જાહેર થાય તો અન્ય મિલકતધારકોને પણ લાભ મળે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.9
રાજકોટ અગ્નિકાંડ પછી સરકારની સૂચનાથી રાજકોટ મહાનગરપાલિકાએ ગેરકાયદે બાંધકામો પર, ફાયર એન.ઓ.સી. વગરની ઈમારતો બાબતે કડક વલણ અપનાવ્યું છે. આ ઝૂંબેશ અંતર્ગત જ રાજકોટ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ વી. પી. વૈષ્ણવના યાજ્ઞિક રોડ પર આવેલાં, તદ્દન ગેરકાયદે- નિયમો વિરુદ્ધ બાંધકામ ધરાવતા મસમોટાં શૉ-રૂમને સીલ કરવામાં આવ્યો હતો. પરંતુ ગાંધીનગરથી આવેલા પ્રચંડ રાજકીય દબાણ સામે નતમસ્તક થઈને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દેસાઈએ આ શૉ-રૂમના સીલ ખોલી દીધાં છે. ‘ખાસ-ખબર’ સાથેની વાતચીતમાં કમિશનર દેસાઈએ જણાવ્યું હતું કે, ‘તેમનો શૉ-રૂમ હંગામી ધોરણે ખોલવામાં આવ્યો છે. ફાયર એન.ઓ.સી. વગેરે પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તો કાયમી ધોરણે સીલ ખોલાશે!’
મ્યુનિસિપલ કમિશનર દેસાઈનું સ્ટેટમેન્ટ વાસ્તવમાં ગેરમાર્ગે દોરનારું છે. હકીકત એ છે કે, વી. પી. વૈષ્ણવનું આ આખું બિલ્ડિંગ જ ગેરકાયદે છે. તેમણે ઈમ્પેક્ટ ફી ભર્યા બાદ પણ નિયમો નેવે મૂકીને રાજકીય વગનાં નશામાં બેફામ ગેરકાયદે બાંધકામ કર્યું છે.
- Advertisement -
વાસ્તવમાં વી. પી. વૈષ્ણવ મહાભ્રષ્ટ ઝઙઘ સાગઠિયા સાથે મળીને આ ગેરકાયદે બાંધકામ વટભેર ઉભું કર્યું છે. નિયમ મુજબ કોઈપણ ગેરકાયદે બાંધકામ ઉભું કર્યું હોય તો ઈમ્પેક્ટ ફીનો નિયમ આવે ત્યારે એ ફી ભરીને બાંધકામ રેગ્યુલરાઈઝ કરવાનું રહે છે. વૈષ્ણવે ઊલટું કર્યું. તેમણે અહીં જે જૂનું મકાન હતું તેની ઈમ્પેક્ટ ફી 2016માં ભરી દીધી હતી અને બાંધકામ 2023માં ઉભું કર્યું! એ બાંધકામમાં પણ દસેક ફૂટની હાઈટની મંજૂરી લેવાઈ હતી, પરંતુ વૈષ્ણવે 14 ફૂટ ઊંચાઈ કરી.
ચૅમ્બર ઑફ કૉમર્સના પ્રમુખ વૈષ્ણવ રાજકોટના મ્યુનિસિપલ કમિશનર કરતાં પાવરફૂલ સાબિત થયાંઆ ઉપરાંત પણ આ ઈમારતમાં અનેક ગેરરીતિઓ છે. છતાં આ બાંધકામના સીલ ખોલી દેવાનું વાજબી-વેલિડ અને ગળે ઉતરે તેવું કારણ જાણવા મળ્યું નથી.
વી. પી. વૈષ્ણવએ લીધી જ્ઞાતિના અગ્રણીની મદદ
સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ વી. પી. વૈષ્ણવએ પોતાની કરોડોની મિલકત બચાવવા જ્ઞાતિના એક અગ્રણીની મદદ લીધી છે. ધાર્મિક સંસ્થા સાથે સંકળાયેલા અગ્રણીના વૈષ્ણવએ પગ પકડી લીધાં હતાં અને પેલાં અગ્રણીએ ગાંધીનગર ફોન ધણધણાવ્યાં હતાં.
વૈષ્ણવને આ બાંધકામ મુદ્દે બે વખત નોટિસ પણ આપવામાં આવી હતી
રાજકોટ આખું જાણે છે કે, આ બાંધકામ માત્ર વગનાં જોરે જ ઉભું છે. અગાઉ બાંધકામ દરમિયાન પણ મહાપાલિકાએ તેમને નોટિસ આપી હતી અને શૉ-રૂમ પાડી નાંખવાની નોટિસ પણ બે વખત અપાઈ ચૂકી છે. પરંતુ આવી નોટિસો પછી પણ કશી જ કાર્યવાહી થતી નથી એ સાબિત થયેલું છે. ટી.આર.પી. ગેમઝોનને પણ અગ્નિકાંડ થયાની પહેલાં આવી નોટિસ- ફાઈનલ નોટિસ પણ અપાઈ હતી. છેવટે શું થયું એ વાતનું અહીં પુનરાવર્તન કરવાની કોઈ જરૂર નથી.
15 દિવસ અગાઉ પણ શૉ-રૂમના સીલ ખોલવા ખેલ રચાયો હતો.
મ્યુનિસિપલ કમિશનર ઑફિસનાં સૂત્રોએ ‘ખાસ-ખબર’ને જણાવ્યા મુજબ આજથી પંદર-વીસ દિવસ પહેલાં પણ વી. પી. વૈષ્ણવે પોતાનાં શૉ-રૂમના સીલ ખોલાવવા ભારે ઉધામા કર્યાં હતાં. એ સમયે કમિશનરે એક ઍફિડેવિટ કરવા તેમને જણાવ્યું હતું. પરંતુ એ ઍફિડેવિટમાં વૈષ્ણવના કાંડા કપાઈ જાય એમ હતું. પછી તેમણે વધુ પ્રેશર આણ્યું, વધુ વગ લગાડી અને છેવટે અસત્યનો વિજય થયો.