દોઢ માસ પૂર્વે પતિ અને પૂત્રીને તરછોડી મેંદરડાથી શાપર આવી ગઈ હતી
મૃતકના માતાની ફરિયાદ પરથી શાપર પોલીસે હત્યારાને દબોચી લીધો
ખાસ-ખબર ન્યૂઝ શાપર
શાપર-વેરાવળમાં આનંદ ફેક્ટરી પાસે રહેતી અને મૂળ મેંદરડાના ઝીંઝુડા ગામે રહેતી જાગૃતિબેન મેરામભાઇ મકવાણા ઉ.21 નામની યુવતી તેના ઘર પાસે હતી ત્યારે તેની સાથે રહેતા મયૂર નામના શખ્સે ડિવાઇન મશીન પ્રાઇવેટ લિમિટેડ નામની ફેક્ટરીના ગેટ પાસે આંતરી માથામાં પથ્થરના ઘા તેમજ ગળાટૂંપો આપી ચૂંદડી બાંધી થાંભલામાં લટકાવી નાસી જતા પોલીસે તુરંત દોડી જઈ હત્યારા પ્રેમીની અટકાયત કરી તપાસ કરતાં મૃતક મહિલા પતિ અને 4 વર્ષની બાળકીને મૂકી દોઢ માસ પહેલાં પ્રેમી સાથે ભાગીને અહીં રહેતી હોવાનું અને ચારિત્રની શંકાઓ કરી પ્રેમીએ તેની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે મૃતક મહિલાની માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી આરોપી પ્રેમીની ધરપકડ કરી હતી.
- Advertisement -
વંથલીના નવાગામમાં રહેતા મધુબેન મનોજભાઇ ગોપાણીએ મૂળ ઝીંઝુડાનો અને હાલ શાપર રહેતો મયૂર ગીરધરભાઇ સિરવાડિયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે તેની પુત્રી સાથે રહેતા અને ખેતમજૂરી કામ કરે છે તેને 24 વર્ષ પહેલાં જૂનાગઢમાં ભવનાથમાં રહેતા રમેશભાઇ મેરામભાઇ મકવાણા સાથે લગ્ન કર્યા હતા જેમાં તેને એક પુત્ર અને બે પુત્રી હોવાનું બાદમાં તેના પતિનું દશ વર્ષ પહેલાં મૃત્યુ થયા બાદ તેને બીજા લગ્ન વંથલીના નવાગામમાં રહેતા મનોજભાઇ જીકાભાઇ ગોપાણી સાથે કર્યા હતા અને તેનું ત્રણેક વર્ષ પહેલાં અવસાન થયું હતું ચારેક વર્ષ પહેલાં તેની પુત્રી જાગૃતિના લગ્ન ઝીંઝુડા રહેતા સતિષ ચંદુભાઇ ગરસાણી સાથે કર્યા હતા અને તેને સંતાનમાં એક ચાર વર્ષની પુત્રી હોવાનું અને મારી સાથે પુત્રી વાડીએ મજૂરી કામે આવતી હતી ત્યારે કામે આવતા મયૂર સાથે પરિચય થયો હતો બાદમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોય દોઢ માસ પહેલાં બન્ને ગામમાંથી ભાગી ગયા હતા. બાદમાં તેની પુત્રી તેને અવારનવાર ફોન કરતી હતી અને તેને મયૂર મારકૂટ કરી હેરાન કરતો હોવાનું જણાવતી હતી બાદમાં તા.10ના રોજ રાત્રીના તેના ઘેર હતા ત્યારે તેને શાપર-વેરાવળ પોલીસે ફોન કરી કહેલ કે, તમારી પુત્રીની હત્યા થઇ છે. તમે આવો જેથી તેના જમાઇ સતિષને લઇને શાપર આવી હતી અને ફરિયાદ કરી હતી. બનાવને પગલે પીઆઇ આર.કે. ગોહિલ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપી પ્રેમી મયૂરની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી હતી જાગૃતિબેન મકવાણાની હત્યામાં પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી તપાસ કરતાં દોઢ માસથી સાથે રહેતા પ્રેમી ભાગીને આવ્યાના ચારેક દિવસ બાદ જાગૃતિ પર ચારિત્ર અંગે શંકાઓ કરી ઝઘડાઓ કરતો હતો દરમિયાન શનિવારે રાત્રીના બધા મંદિરે જતા હોય જેથી મયૂરે તેની સાથે રહેતી જાગૃતિને મંદિરે જવાનું કહેતા તેને તેની સાથે નહીં પરંતુ તેની મહિલા મિત્ર સાથે જવાનું કહી નીકળતા ગુસ્સે ભરાયેલા મયૂરે રસ્તામાં આંતરી હત્યા કરી હોવાનું બહાર
આવ્યું હતું.